________________ ધ્યાન-સ્વાધ્યાય મૂકીને આપણી સામે ય જુએ? કેમકે એમણે જાતે જ સર્વસંગનો ત્યાગ કર્યો હોવાથી આપણી પાસેથી કોઈ વાતની અપેક્ષા-આશંસા-અભિલાષા એમને હોતી નથી, પછી શું કામ આપણી પાછળ વ્યર્થ સમય બગાડે ? એ તો આપણો જ મહાન પુણ્યોદય સમજવો કે આવા નિક્સંગ નિસ્પૃહી મહાત્મા આપણી સામે પણ જુએ ! અને આપણને ધર્મબોધ આપે ! મહાત્માને મોક્ષોપાય પૂછે છે : મહાત્માએ ધ્યાન માર્યું. અમને જન્મ મરણની જંજાળ તોડનારો, તથા સર્વ દુઃખનો નાશક એવો “ધર્મલાભ” આપ્યો. અમે મહાત્માને વિનંતિ કરી, “પ્રભુ ! સંસારનાં જન્મ-મરણાદિનાં ભયંકર સમસ્ત દુ:ખોથી જીવનો છૂટકારો કેમ થાય ? મોક્ષમાં સર્વ પ્રકારનાં વિષયસુખોનો અભાવ છે, તેથી જ એમાં અનુપમ સુખ છે. તો એવો મોક્ષ કેમ મળે ?' આમ સવાલ કરીને અમે મસ્તકથી વંદના કરતાં અમે ધરતી પર એમની સામે નીચે બેઠા. મહાત્માજી અમને કહે છે કે “જુઓ મહાનુભાવ ! તમે સંસાર જન્મ મરણાદિ ભયંકર દુઃખોથી ભરેલો છે એ સમજ્યા છો એ તમારી વડાઈ છે. પરંતુ એમ વિષય-સુખોમાં નિશ્ચય નયથી લેશ પણ સુખ નથી, એ સાથે સમજી લેવાનું છે. પ્ર.- તો પ્રભુ ! સંસારમાં તો મનગમતા વિષયો ભોગવતાં સુખનો અનુભવ થાય છે એવું કેમ ? ઉ.- એ સુખનો અનુભવ ઝાંઝવાનાં નીરના અનુભવ જેવો છે, ખરજવાની ખણજના સુખના અનુભવ જેવો છે. અહીંના અતિ અલ્પકાળનાં વિષયસુખની સામે પછી દુર્ગતિનાં ઊભા થતાં હજારો-લાખો-ક્રોડો વર્ષનાં કારમાં દુ:ખોની અપેક્ષાએ જો વિચારો, તો એ વિષયસુખ સુખ જ ન લાગે. માત્ર એ સુખો તો સુખરૂપ નહિ; કિન્તુ ઇષ્ટ વિષયો અને સગાં-સ્નેહી એ કોઈ સુખરૂપ ન લાગે. મ્લેચ્છનાં બોકડાને જ્યારે અંગ અંગ કાપવા બેસે, ત્યારે એ બોકડાને પહેલાં ખવરાવેલ ફળ-મેવા વગેરે ભરચક માલમલીદા આપનાર એ મ્લેચ્છ અત્યારે ખરેખર મહાદુઃખરૂપ દેખાય છે ! તેમજ એ ફળ મેવાના માલ-મલીદા પણ “બળ્યા એ ગોઝારા ફળ મેવા! કે એની પાછળ આ કૂરપણે રહેંસાઈ જવાનાં ને અંગેઅંગ જીવતા જીવે કપાઈ જવાના ભયંકર ગોઝારા ત્રાસ આવ્યા !' તાત્પર્ય, એ માલમલીદા હવે મહાદુઃખો લાગે છે.” મહાત્મા જયાં અમૃત-રસાયણ જેવાં મનોહર બોલ બોલી રહ્યા હતા કર્મ ! તારી ગતિ ન્યારી 301