________________ દીકરાને ત્યાગી સાધુનાં ખૂબ સંપર્ક અપાવી, ત્યાગ વૈરાગ્ય અને ધર્મના માર્ગે ચડાવવાનું અજ્ઞાન માબાપને સૂઝતું જ નથી ! સંસારની મોંકાણ : સંસારની આ એક મોંકાણ છે ! આજના એકલા કોરા કળકળતા વિષય વિલાસો અને સ્વચ્છંદાચારથી સરિયામ બગડી ગયેલા યુગમાં એવી તો કેટલીયે મોંકાણો સર્જાતી હોય છે. રોજિંદા છાપાં જુઓ તો એમાં રોજને રોજ બનતી એવી ભયંકર ઘટનાઓ વાંચવા મળે છે ! ત્યાં ધર્મ રસાતળ જતો દેખાઈ રહ્યો છે. સગા-સ્નેહી મિત્રોમાં કલાકોના કલાકો બગાડવા સમય છે, દેવનાં દર્શનપૂજન કરવામાં સમય નથી. | મોજશોખ ટાપટીપ હોટલ સિનેમાઓમાં છૂટથી પૈસાનો ધુમાડો કરનારાઓને ભગવાનની પૂજા માટે સામાન્ય કિંમતી વસ્તુઓ ઘરેથી લાવતા આવડતું નથી ! 3 કલાક TV. શો જોવામાં ગાળશે, પરંતુ (i) બે ઘડીનું એક સામાયિક કે પ્રતિક્રમણ કરવાની ગરજ નથી ! કે (i) ગુરુ પાસે જઈ જિનવાણી સાંભળવાની અગર (ii) અનુકૂળ સમયે ઘરે બેસી ધર્મનું પુસ્તક વાંચવાની પડી નથી ! એટલી બધી જાણે ધર્મ તરફ નફરત ! ધર્મની સરાસર બેપરવાઈ એવી કે પોતાના જીવનમાં તો ધર્મનું મીંડું ખરું, પરંતુ આશ્રિતોનાં જીવનમાં ય નાની ઉંમરથી ધર્મનું દેવાળું ! આમાં પૂર્વજોનો ધર્મવારસો ક્યાં ઊભો રહે ? કે વારસો ક્યાં આગળ ચાલે ? અનાર્યો અને હલકા કુળના માણસો તો ધર્મને સમજતા નથી પરંતુ આ ઊંચા કુળમાં જન્મેલા માણસો ધર્મ ભૂલીને અનુચિત વ્યવહારો ને પાપાચારોમાં પડેલા ધર્મની ઘોર ખોદી નાખે છે. એટલે જ જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં ઠામઠામ બરાબર જ લખ્યું છે કે, જીવન ધર્મપ્રધાન બનાવો. જીવનમાં ધર્મસાધનાની પ્રચુરતા-પુષ્કળતા હશે તો જ સદાચારો, ન્યાયનીતિ, દયા, દાન...વગેરે સદ્ગુણો ખીલી ઉઠશે; નહિતર તો સારા કુળમાં જન્મી ગયા એટલે કહેવાનાં આસ્તિક ! પણ તેવાં તેવાં આચરણો અને કૃત્યોથી છૂપા નાસ્તિક ! દોષો-દુષ્કૃત્યોથી ભરેલાં જીવનવાળા આજે શાસનને અને ધર્મને કેવાં કલંક લગાડી રહ્યા છે. સારસિકાનું આગળ વ્યાન : પેલી સારસિકા તરંગવતીને કહી રહી છે કર્મ ! તારી ગતિ ન્યારી 289