________________ કે “તારા બાપાજી કુશીલ કન્યાઓ તથા કુભાર્યાઓના સ્વચ્છંદાચાર ઉપર ગુસ્સે થઈ ગયેલા, તે મને પણ ધમધમાવે છે કે જો તું આ બધું પહેલેથી જાણતી હતી, તો તે મને પહેલેથી કેમ કહ્યું નહીં ? તો પછી આ રામાયણ - સરજાત ને ? ત્યારે મારે કહેવું પડ્યું કે “આ જાતિસ્મરણની વાત વગેરે બીજાને ન કહેવાના તરંગવતીએ મારી પાસે સોગંદ લેવડાવ્યા હતા, તેથી મેં પહેલેથી જ કોઈને કે આપને આ વાત કરી નહોતી, મારો અપરાધ માફ કરો, સારા ઉપર પ્રસન્ન થાઓ.' પછી તરંગવતી કહે, “પછી આગળ શું બન્યું ? તે કહે.” મેં કહ્યું. આ સાંભળીને તારી માતાને એટલો બધો આઘાત લાગ્યો કે એ મૂચ્છિત થઈ ગયા, ને ભાનમાં આવતાં જ ભારે વિલાપ કરવા લાગ્યા ! વિલાપ તે કેવો એ ધ્રુસકે ધ્રુસકે રુએ ને એ જોઈ તમારા ભાઈઓ ભોજાઈઓ ય બહુ રૂએ ! ત્યાં બધા ય રોવા લાગ્યા ! ખરેખર માતાનું રુદન છાતી ફાટ, તે ભલભલાને પાણી પાણી કરી નાખે ! આખું વાતાવરણ ભારે રુદનમય થઈ ગયું. ત્યાં તારી માતા તારા પિતાજીનો ગુસ્સો ઉતારવા પ્રાર્થના કરે છે કે, માતાનો પિતાને ઠપકો : હવે તમે રોષ રાખો નહિ, અને જલદીથી ચારે બાજુ તપાસ કરાવી તરંગવતી અને એના પ્રિયને પાછા લઈ આવો. આમાં તો મારે બે અનર્થ થઈ ગયા, એક તો મારી વહાલી લાડકી દીકરીનો વિયોગ થયો ! ને બીજું લોકની અંદર ભારે અપયશ થયો ! કે ઉંમરમાં આવી ગયેલા મોટા ઘરના આ છોકરો છોકરી બંનેને જ્યારે પૂર્વ ભવનો સ્નેહ ચાલ્યો આવતો હતો, છતાં એ બિચારા ઉપર કેટલો બધો જુલમ થયો હશે કે બંનેને છેવટે ખાનગી રીતે એકલા અટુલા ભાગી જવું પડ્યું? પણ આ મોટા ઘરવાળાઓને કાંઈ દયા જ ન આવી ? કશી લાગણી જ ન ઉભરાઈ ? આ ઓછો અપયશ છે ? જરાક સમજો કે “બધું પૂર્વે કરેલાં કર્મનાં હિસાબે જ બની આવે છે. એવા વિધિએ નિર્માણ કરેલા શુભ કે અશુભ ભાવો જીવોને ભોગવવા જ પડે છે. ત્યાં મોટા માંધાતાઓ પણ પરવશ બને છે ! કશું જ એમનું ઊપજતું નથી ! “તો આ બે નાનડિયા બિચારા પૂર્વ જન્મના રાગવશ દોરાય એમાં એનો શો વાંક ગણવાનો ? માટે તમે ડાહ્યા થઈને એમને જરાય દોષ ન દો, એમનો વાંક ન ગણો. 290 - તરંગવતી