________________ એ પાગલતામાં દેવને ભૂલે, ગુરુને ભૂલે, કુલાચારને ભૂલે એવું કેટલું ય બનતું હોય છે; છતાં આશ્ચર્ય છે કે વર્તમાનમાં એમાં હોશે હોશે પ્રવૃત્તિ કરે છે ! જગતમાં ઘણું ય દેખાય છે કે કેટલીક દીકરીનાં હોંશે હોંશે લગન કર્યા, પરંતુ એ દીકરીને પછી થોડા વખતમાં રંડાપો આવે છે ! ત્યારે કેટલીય દીકરીઓને દુરાચારી પતિ તરફથી ત્રાસ હોય છે ! અથવા કેટલીયને ભયંકર ગુસ્સાખોર સ્વભાવવાળા પતિ તરફથી મારપીટ પણ મળે છે ! કેટલીય દીકરીઓને સાસુ નણંદ દેરાણી જેઠાણી વગેરે તરફથી ત્રાસ હોય છે. તો બિચારી કેટલીય દીકરીઓને પોતાના પરણાવેલા ઉલ્લંઠ છોકરા તરફથી ત્રાસ મળે છે ! જગતનાં જીવોને આવું બધું ઘણું ય નજરે ચડે છે, છતાં મૂઢતાનો પાર નહીં, કે દીકરીઓને પહેલેથી જ સારા સાધ્વીજીનાં સંપર્કમાં રાખીએ, ને આપે છે ! દીકરીઓના ઘર મંડાવ્યા એ શું દીકરીઓને સુખમાં ચડાવી? કે દુઃખના દરિયામાં ડૂબાડી ? સુખનાં ઘરમાં નાખી ? કે દુઃખનાં ઘરમાં ? અને પછી પરણાવેલી દીકરીનાં ઉપર વરસતા ભારે ત્રાસ જોઈને કલ્પાંત કરવા બેસે, એનો શો અર્થ પરણાવ્યા પછી એની કુભારજાથી વલે કેવી ? ભારે ગુસ્સાખોર અને રાતદિવસ કકળાટ કરનારી કર્કશા ભાર્યાનું ઘંટીનું પૈડું દીકરાના ગળામાં ભરાવી દીધું ! બિચારાની કઈ દશા ! એમાં વળી એ પુત્રવધુ ગુપ્તપણે જયાં ત્યાં ભટકનારી હોય, એટલે દીકરાને સમાજમાં ભારે અપયશ મળે ! અથવા કમાય દીકરો, પણ ઘરમાં વર્ચસ્વ એની પત્નીનું. એને એના સાસરિયા સ્નેહી તરફથી વારે વારે ટોણાં મેણાં પણ સાંભળવા પડે. પત્ની બહુ ખર્ચાળ હોય એટલે એનું પૂરું કરતાં છોકરાનું તેલ નીકળી જાય ! આમાં દીકરાને આ બધા સંસારના રંગઢંગ જોતાં, બોલો, દીકરાને શું સંસાર મંડાવી સુખી કરો છો? કે દુઃખનાં સમુદ્રમાં નાખો છો ? ત્યાં એવું પણ બને છે કે, લગ્ન પછી દીકરો કુમિત્રોના સંગમાં ચડી જઈ પત્તાબાજી જુગાર વગેરે વ્યસનો મોડે સુધી બહાર ભટકવાનું કરે, અને પાછો બહારનો ગુસ્સો ઘરની બૈરી પર ઉતારે ! એ દીકરો પરણ્યા પહેલાં જે સારો દેખાતો હતો, હવે પરણ્યા પછી એના જ તરફથી જિંદગીભર હૈયાહોળીમાં બળવાનું થાય છે, તો મૂરખ જીવો શું જોઈને દીકરાનાં હોશેહોંશે લગન કરી ઘરે વહુ લાવીને ખુશી ખુશી થતાં હશે ? એના બદલે નાનપણથી - તરંગવતી 288