________________ નવલિકાઓમાં કામોત્તેજક લખાણો પીરસે, પછી ઉંમરમાં આવેલા છોકરાછોકરીને વાસનાની આગો કેમ ન સળગે ? અશ્લીલ ચેષ્ટાઓથી સે બચે ? શીલ-સદાચારમાં ચુસ્ત રહેવું હોય એણે તો પ્રતિજ્ઞાપૂર્વક આ બધાનો પડછાયો ય નહિ લેવો જોઈએ. સમજી રાખવું જોઈએ કે “કેટલાય જન્મોની તપસ્યા પછી માંડ આ પવિત્ર આર્ય જન્મ મળ્યો છે, ત્યાં વર્તમાન યુગના વિકારોત્તેજક સાધનોમાં પડ્યા, તો પવિત્રતા નષ્ટ થઈ જશે !" અનાર્ય જેવાં જીવન બની જશે, અને એમાં હૈયાના રસ સાથેના અજુગતાં પાપસેવન ભારે પાપકર્મો બંધાવશે ! તેમજ અધમ વાસનાઓને દઢ કરશે ! બંનેનાં પરિણામ દુઃખદ,દીર્ઘકાળ દુર્ગતિના અવતારોમાં ભટકવાનું થાય. અનુચિત ચેષ્ટાનો આનંદ ક્ષણિક; પણ ભવાંતરે દીર્ઘકાળ દુઃખોની ફોજ ઉતરી પડે ! અસ્તુ. સાધ્વીજી કહે છે પૂર્વક્રીડાસુખોને યાદ કરવા એ મહાન અનર્થદંડ બને છે. માટે અમારે પૂર્વાવસ્થાની વિગત કહેવી ઉચિત નથી. અહીં જોવાની ખૂબી છે કે સાધ્વીજી તરંગવતીશ્રીજી પોતાના સંયમમાર્ગમાં કેટલા બધા સાવધાન છે ! એ સમજે છે કે જુનું યાદ કરવામાં રાગદ્વેષ થાય, આર્તધ્યાન થાય, ને એથી અનર્થદંડ લાગે. સામાન્ય માણસને એમ લાગે છે કે ‘સહેજ વાત કરીએ એમાં શું બગડી જાય ?' પરંતુ આત્માર્થી જીવ એ જુએ છે કે “જરાક સાંભળી લઈએ એમાં કાનનું ને શરીરનું તો કશું બગડતું જ નથી, પરંતુ અંતરાત્માનું ભારે બગડી જાય છે. કેમકે સહેજ જોવા સાંભળવાનું કાંઈ બેભાન સ્થિતિમાં નથી બનતું, કિન્તુ ઇરાદાપૂર્વક થાય છે; એટલે કે મન એમાં રસ લે છે; તેથી જ સારા-નરસા વિષયોમાં રાગ-દ્વેષ આર્તધ્યાન થયા વિના રહેતા નથી. આર્તધ્યાન 4 પ્રકારે : (1) જડ વસ્તુ આઘી પાછી થાય ત્યાં “એ કેમ મળે ? મળેલી કેમ ટકે ?' (2) “અનિષ્ટ અર્થાત મનને ન ગમતું કેમ ન આવે ? આવીને માથે પડ્યું હોય તો એ કેમ ટળે ?"... એવી બધી ચિંતા એ આર્તધ્યાન છે. (3) એમ ગમતી વસ્તુની આસક્તિ આશંસા રહ્યા કરે, તે એવી કે ભગવાનમાં યા ધર્મસાધનામાં ચિત્તને ઠરવા જ ન દે. વચમાં વચમાં એ જડનો વિચાર દખલ કર્યા કરે, એવી આસક્તિ આશંસા એ આર્તધ્યાન છે. (4) એમ, રોગ વગેરેની વેદનાની હાયવોય અને મટવાની ચિંતા એ આર્તધ્યાન છે. સાધ્વી તરંગવતી આ બધું જાણનારા છે એટલે સમજે છે કે પૂર્વનું સંસારી અવસ્થાનું જીવન યાદ 24 - તરંગવતી