________________ કરવું પડે ને એમાં અનર્થદંડ લાગે. બ્રહ્મચારીએ મનથી પણ પૂર્વના ક્રીડાસુખો ચાહીને યાદ કરવા ઉચિત નથી. એમાં આત્મા નિપ્રયોજન દંડાય, વાસનાની ઉદીરણા થાય, ને કર્મ બંધાય.” સાધ્વીજી આ કહી રહ્યા છે, ત્યારે દેખાય છે કે એ સંયમપાલનમાં કેટલા બધા સાવધાન છે. સામે પૂછનારી મોટી શેઠાણી છે, પરંતુ એની શરમમાં પડતા નથી, એની શેહમાં તણાતા નથી, કે પોતાના પૂર્વના પરાક્રમ કહીને જશ લેવો નથી. એ સમજે છે કે “શેહમાં તણાયા કે યશની લાલસાના માર્યા અજુગતી વાતો કરી તો નાખીએ, પરંતુ એમાં પોતાના આત્મા પર પ્રત્યાઘાત કેવા ખરાબ પડે ?' પૂછોને, પ્ર. પૂર્વના ક્રીડા સુખો સહેજ હકીકતરૂપે કહી નાખ્યા એટલામાં શું બગડી ગયું ? ઉ.- જ્ઞાની ભગવંત કહે છે “પૂર્વ ક્રિીડા સુખોથી પુષ્ટ થયેલી વાસનાના સંસ્કાર આમ તો આત્માની અંદર ભારેલા અગ્નિ જેવા કે સૂતેલા સાપ જેવા પડ્યા છે. પણ હવે તમે પૂર્વ ક્રિીડાસુખો યાદ કરો એટલે એ વાસનારૂપી ભારેલા અગ્નિ ઉપરની રાખ ઊડી જાય છે, એટલે વાસનાનો અગ્નિ ભભૂકી ઊઠે છે. અથવા કહો, વાસનારૂપી સૂતેલો સાપ પૂર્વક્રીડાના સ્મરણરૂપી મોરલીના નાદે જાગતો થઈ જાય છે. પછી વાસનાની આગ કે વાસનારૂપી ફણીધર શું બાકી રાખે ?' પૂર્વક્રીડાના મરણની જેમ વિષયક્રીડાની વાતો તેમજ આજની નોવેલનવલિકાઓ અને બીભત્સ ચિત્રો, પિશ્ચર, ટી.વી. વગેરે પણ ભયંકર છે, વાસનાને બહેકાવનારા છે. એમાં આજની મૂઢ પ્રજા મરી રહી છે. આખી વિચારસરણી વાસનાભરી અને વિજાતીય તરફ દૃષ્ટિદોષમાં બાકી રહી નથી. એટલેથી અટકતું નથી પણ પછી દુરાચારના માર્ગો ખુલ્લા થઈ જાય છે. રાતના ઘરે ટી.વી આવે ત્યાં અંધારું હોય આડોશી પાડોશી જોવા ભેગા થાય પછી ટી.વી.ના બીભત્સ દૃશ્યો જોઈ અંતરમાં સહેજે વાસના જાગે, ગલગિલિયાં થાય, તેથી ઉંમરમાં આવેલા સખણા રહે ? અંધારે કોણ કોની સાથે કેવી અજુગતી ચેષ્ટા કરે એનો શો પત્તો ? વળી આજની કેળવણીમાં શીલ-સદાચારના પાઠ નથી એટલે અને ટી.વી., પિક્સર તથા રવિવારિયાં ચોપાનિયાં, બીભત્સ દશ્યો પૂરા પાડે, કર્મ ! તારી ગતિ ન્યારી 2 3