________________ નથી. એવી લોકની કહેતી છે ! એમાં ભાવ બગડવા સંભવ છે. તેથી અમારા મૂળ વતન વગેરે જાણવામાં પડવા જેવું નથી. આનું કારણ સ્પષ્ટ છે. સ્ત્રી અંગે પુરુષને સહેજે આકર્ષણ રહે છે. એમાં જાણવા મળે કે “આ બેન અમુક ઉચ્ચ ખાનદાનના,” તો એ બેન તરફ રાગઆકર્ષણ વધી જાય; અગર જો જાણવા મળે કે “ખાનદાની બરાબર નથી” તો એના માટે કાંઈ ને કાંઈ અસત્ કલ્પના આવે. એમ નદીનું મૂળ જોવા જાય તો પર્વત પરથી ઝરણાં લીલ પરથી ઉતરી ઉતરી નદી શરૂ થતી હોય. એ જોતાં મનને નદીનું આકર્ષણ ઊતરી જાય. જેવી વહેતી નદી સુંદર દેખાય, એવાં એ મૂળનાં ઝરણાં સુંદર નહિ દેખાય. એમ સાધુના મૂળ નિવાસ, ધંધો, કાર્યવાહી વગેરે જાણવા જોવા જતાં, સંભવ છે એ ખાનદાની તદન સામાન્ય હોય યા ધંધામાં મહાપાપની કાર્યવાહી હોય, તેથી એ જાણીને સાધુ પ્રત્યેનો ભાવ મોળો પડી જાય. મનને એમ થાય કે આવાને કેમ દીક્ષા આપી હશે ? પ્ર.- પણ એવા અયોગ્યને દીક્ષા ન આપે એ સારું ને ? ઉ.- અહીં સવાલ તમારા શુભભાવની રક્ષા કરવાનો છે. એમાં જો તમે મૂળમાં ઊતરવા જાઓ તો મનમાં આવો પ્રશ્ન ઊઠતાં તમારા જ ભાવ બગડવા સંભવ. જીવનમાં એવી કેટલીય નકામી જિજ્ઞાસાઓ અને સવાલો ઊઠી ઊઠીને જ મન બગડે છે. સારા સંયમી સાધુને જોયા, તેથી મનમાં સારા ભાવ જાગ્યા, હવે મૂળ જાણીને ભાવ બગાડવાની જરૂર શી ? જીવન જીવવાની આ એક કળા હસ્તગત રાખવા જેવી છે કે આપણા હૈયાના ભાવ બગાડે, નકામા રાગદ્વેષ કરાવે, એવી જિજ્ઞાસા આતુરતા કરવી જ નહિ. તરંગવતી સાધ્વી કહે છે “સ્ત્રી-નદી-સાધુના મૂળ જાણવામાં પડવા જેવું નહિ આવું લોકમાં કહેવાય છે તે જાણતા નથી ? શેઠાણી કહે “જાણું છું, છતાં તમારા રૂપથી મારું મન એટલું બધું વિસ્મિત થઈ ગયું છે કે મને તમારામાં રસ ઊભો થઈ ગયો છે, તેથી પૂછું છું !" સાધ્વીજી કહે “તમને રસ ઊભો થઈ ગયો છે તે વાત સાચી, પરંતુ મારે પૂર્વની હકીકત કહેવામાં મુશ્કેલ છે. કેમકે એમાં પૂર્વ ક્રિીડિત સુખ યાદ - તરંગવતી