________________ સંસારની માયા મનમાંથી સરાસર કાઢી નાખી હોય એટલું જ નહિ પણ પુદ્ગલમાત્રના પરિચયને ઝેર સમજી, એની જિજ્ઞાસા-આતુરતાઓ મારી નાખી હોય, એટલે જ હવે એવી જિજ્ઞાસાના માર્યા ઊભા થતાં કોઈ ડાફોળિયાં નહિ, કોઈ વિચાર નહિ, કોઈ વાતચીત નહિ; એ સ્વાધ્યાય થાય એ શીધ્ર અને સહજ ઉચ્ચારણવાળો બને. ચારિત્રજીવનમાં આ કરવાનું છે, જેથી મન શાસ્ત્રીય પદાર્થોમાં ને પદાર્થોમાં જ રહે, એટલે કોઈ જ પાપ-વિકલ્પ, પુદ્ગલ-વિકલ્પ, વિષય-વિકલ્પ, કે કષાય-વિકલ્પ મનને અડે જ નહિ, મનમાં આવે જ નહિ. સાધ્વીજીએ એવી રીતના સ્વાધ્યાયકરણથી શીધ્રપારાયણની કળા-લબ્ધિ ઊભી કરી છે એટલે શેઠાણી આગળ ધર્મ, તત્ત્વ, મોક્ષમાર્ગના સંબંધમાં ઝટોપટ એવો સુંદર પરિચય આપી દીધો, ધર્મની એવી સુંદર ઓળખ કરાવી કે શેઠાણી ખૂબ ખુશ થઈ હાથ જોડી કહે છે. કયા દુઃખથી દીક્ષા લીધી ? : “ભગવતી ! આપે ખૂબ ઉપકાર કર્યો કેવો સરસ ધર્મનો બોધ આપ્યો ! ઉપદેશ કરતા આપને જોઈને અને આપનો ઉપદેશ સાંભળીને તો અમારા નેત્ર ને કાન પાવન થઈ ગયા. હવે વાંધો ન હોય તો જરાક પૂછું આપ મૂળ કયા દેશના રહેવાસી ? આપના પિતા કોણ ? માતા કોણ ? ઘરની કેવી સુખ સમૃદ્ધિ ? અથવા એવું કયું દુ:ખ આવેલું કે જેથી આપે આ મોહક સંસારનો ત્યાગ કરી અતિ દુષ્કર દીક્ષા લઈ લીધી ?' તરંગવતી સાધ્વી એટલા બધા રૂપાળા અને કાંતિ-લાવણ્યવાળા છે કે એ રૂપ-લાવણ્ય એમની પૂર્વની સમૃદ્ધ સ્થિતિની ચાડી ખાય છે, તેથી સહેજે પૂર્વની સમૃદ્ધિનું અનુમાન થાય. ‘એવી સમૃદ્ધિ છોડી ચારિત્ર ગ્રહણ ?' એ સંસારીને મન એક કોયડો બની જાય છે, પછી સમજી લે છે કે કોઈક એવો દુઃખનો હલ્લો આવ્યો હશે કે એનાથી સંસાર ખારો ઝેર લાગી ગયો હોય, ને એનો ત્યાગ કરી ચારિત્રમાર્ગ લઈ લીધો હોય. એ હિસાબે શેઠાણીએ સાધ્વીજીને પૂછ્યું. પરંતુ જુઓ, અહીં સાધ્વીજી કેટલો બધો વિવેક અને તત્ત્વભર્યો ઉત્તર દે છે ! સાધ્વીજી કહે છે, “ભાગ્યવતી ! આવું બધું પૂર્વનું પૂછવાનું શું કામ છે ?' તમને શું ખબર નથી કે “દિત્ની-ન-સાદૂ નો કુત્તા નહિ પમવો !" અર્થાત્ સ્ત્રી નદી અને સાધુના મૂળ-ઉત્પત્તિ જાણવા જવું એ યોગ્ય કર્મ ! તારી ગતિ ન્યારી