________________ સ્વાધ્યાયકરણ-લઘુતાની શક્તિ : સાધ્વીજીની એવી વાગ્ધારા ચાલી કે જાણે પર્વત પરથી ખળખળ ધોધ વહી રહ્યો, ને ટૂંકા સમયમાં ઘણું કહી નાખ્યું. શી રીતે એમ કહી શક્યા ? કહો, એના એ જ વૈરાગ્યના, તત્ત્વના અને મોક્ષમાર્ગના સૂત્રોના રોજ ને રોજ પાઠ-પુનરાવર્તન-સ્વાધ્યાય ચિંતન કરવાથી વાણીમાં લઘુલાઘવી કળા આવી ગયેલી. સ્વાધ્યાયકરણ-લઘુતાની શક્તિ ઊભી થઈ ગયેલી. હૈયામાં જ્ઞાનનો માલ તત્ત્વનો માલ તૈયાર હોય અને વકતૃત્વ કળા હોય પછી કેમ ? તો કે ફોનોગ્રાફની રેકાર્ડ ચાલી ! જીવનમાં આ શી રીતે બને ? ફિજૂલ વિચારો, ફિજૂલ ડાફોળિયાં, અને ફિજૂલ વાતો કરી કરી અમૂલ્ય માનવસમય વેડફી નખાય છે. એની જગાએ આ શાસ્ત્રપદાર્થો જ મગજમાં મમરાવ્યા કરાય, વાણીમાં એની રટણા ચાલે, એટલે વાણીમાં લઘુલાઘવી કળા આવી જાય. અણમોલ જિનવાણી મળ્યાની કદર જોઈએ કે “મારે અતિ ઉચ્ચ જિનવાણીનો જેટલો બને તેટલો અનુવાદ અર્થાત્ પુનઃ પુનઃ ઉચ્ચારણ કરી કરી વાણીનો વધુ ને વધુ ઉપયોગ થાય એટલો કરી લેવો છે;' તો જિનવાણીનું બોલવાનો રસ એવો ઊભો થાય કે મનને એમ થાય કે “શાસ્ત્રના વચનો બોલ્યા જ કરું બોલ્યા જ કરું,” આ ધગશ સાથે જિનવાણીનું પારાયણ જો ચાલ્યા કરે તો મફતિયા બોલવાની વિચારવાની કે જોવાની લેશ્યા જ ન રહે. તરંગવતી સાધ્વીજીએ આ કર્યું છે. જીવનના કપરા અનુભવો પછી જે ચારિત્ર લીધું છે તે લઈ જાયું છે, એટલે દુન્યવી વિકલ્પમાત્રથી બચવા તીર્થકર ભગવાનનાં શાસ્ત્રોના સ્વાધ્યાયમાં એકાકાર મનથી લાગી ગયેલા. એટલે એ શાસ્ત્રો એવા સ્વહસ્ત થઈ ગયા, શાસ્ત્ર પદાર્થ એવા સિદ્ધ થઈ ગયા, કે મન સહેજ કોઈ શાસ્ત્ર પદાર્થમાં લઈ ગયા એટલે એની આગળના પાછળના પદાર્થો સાથેનું ચિત્ર નજર સામે આવી જાય. હવે એ પદાર્થ બોલવા હોય તો વિના અટકણ ફટોફટ બોલતા જ જાય. કેમ જાણે પછી પછીનાં પદાર્થ હરિફાઈમાં હમણાં જ બોલાવા માટે આગળ આવતા હોય ! પદાર્થોની આ સિદ્ધિમાં ઝટપટ એ બોલાયે જવાનું જે શબ્દોથી થાય તે સ્વાધ્યાયકરણ-લઘુતા સ્વાધ્યાયકરણથી શીઘ્રતાવાળા શબ્દો બન્યા ગણાય. આ એવા ઢંગના સ્વાધ્યાયથી થાય ? 20 - તરંગવતી