________________ કરવા જતાં એના પ્રસંગો મન પર આવીને ભૂતકાળનું આર્તધ્યાન કરાવે. “ધ્યાન શતક શાસ્ત્ર બતાવે છે કે, જેમ વર્તમાનકાલીન ઘટનાઓનું આર્તધ્યાન થાય એમ ભૂતકાલીન અને ભવિષ્યકાળની ઘટનાઓ મન પર આવીને આર્તધ્યાન કરાવે. દા.ત. મનમાં એવું આવે કે “પહેલાં આ વસ્તુ જ્યાં ત્યાં મુકાઈ ગયેલી, એ શોધતાં દમ નીકળી ગયેલ” આ મનની અર્તિ-પીડા એ આર્તધ્યાન છે. એ ભૂતકાળની ઘટનાનું થયું. એમ “મોંઘવારી વધી જશે તો શું થશે ?' એવું એવું મનને આવે એ ભવિષ્યની ઘટનાનું આર્તધ્યાન છે. જીવનમાં જોવા જેવું છે કે આવા બધાં આર્તધ્યાન કેટલા ચાલે છે ? એ જીવના માટે અનર્થદંડ છે. “અનર્થ એટલે અર્થ વિનાના યાને પ્રયોજન વિનાના ચિંતન કે જેનાથી આત્મા દંડાય, કર્મના બંધનથી બંધાય એ અનર્થદંડ કહેવાય. ભૂતકાળનું એવું ચિંતન કરવાથી કાંઈ બાહ્ય પ્રયોજન સરતું નથી. મગજને નકામો ક્લેશ આપવાનું થાય છે. તેથી અહીં આવા ભૂતકાલીન વસ્તુ કે ઘટનાના ચિંતનમાં આત્મા કર્મથી દંડાય એ અનર્થદંડ સેવ્યો ગણાય. બીજાને પાપના ઉપદેશ કરે, પાપની સલાહો આપે, જૂઠની સલાહ આપે, હિંસક સાધનો છરી ચાકુ ઘંટી વગેરે બીજાને વાપરવા આપવામાં પહોળો પહોળો થાય, જુગાર-સિનેમા-તમાશા જુએ, એ બધું અનર્થદંડ છે. પૂર્વનો કથલો કહેવામાં બે મોટાં પાપ,(૧) અનર્થદંડ-આર્તધ્યાન, અને (2) વાસના જાગૃતિ : સાધ્વીજી આ સમજે છે એટલે પેલી શેઠાણીને કહે (1) “તમને મારો પૂર્વની કથલો કહેવામાં અનર્થદંડ છે, તેથી મારે સંભારવું ને કહેવું એ ઉચિત નથી. (2) એવો બીજો પણ મહત્ત્વનો વાંધો એ છે કે પૂર્વજીવન કહેવામાં પ્રિયની સાથેના પ્રસંગો કહેવા પડે એ કામવાસનાની ઉદીરણા કરે. જ્યાં સુધી એવું કશું યાદ નથી કરતા ત્યાં સુધી આપણું ચિત્ત સ્વસ્થ રહે છે, નિર્દોષ રહે છે, પણ એવું યાદ કરવા જતાં સૂતેલી વાસના જાગતી થઈ જાય છે માટે પણ એવું યાદ ન કરવામાં જ આપણે ભલા ભલા. કોઈ મહાન પુણ્યના ઉદયે મહારૂડું ચારિત્ર મારા હાથમાં આવ્યું તો હવે શા માટે એવા અનર્થદંડો અને વાસનાઓથી ભલામાંથી બૂરા થવું? કર્મ ! તારી ગતિ ન્યારી 2 5