________________ ન કરે ત્યાં સુધી પોતાની પુરુષાર્થ-શક્તિને નિષ્ફળ જતી માને છે. માટે હું પધદેવકુમારના તારા અને અમારા પર આટલા મોટા જીવતદાન દેવા જેવાં મહાઉપકારને હું પ્રત્યુપકારરૂપે હું પમદેવકમારને મારી કન્યા તરંગવતીને પરણાવવા ઇચ્છું છું. એમ કરીને મારી પુરુષાર્થશક્તિ સફળ થાઓ.” તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે “ગુહિણી ! આ અને બીજા એવા ઉમદા બોલ મારા સાંસારિક પિતાશ્રી ઋષભસેન શેઠ ઉચ્ચારીને અમને એવા વશ કરી લીધા કે અમે ખૂબ જ ખુશ થઈ ગયા ! આ આનંદમાં અમે અમારા પૂર્વ દુઃખને નહિવત ગણી કાઢ્યું. ત્યાં બેઠેલો આખો પરિવાર ખુશ થઈ ગયો. શેઠ વાજાંવાળાને તત્કાલ બોલાવી વાજાં વગડાવ્યા, સ્ત્રીઓ ગીત ગાવા લાગી, ગરબા લેવા મંડી. હવે તો નગરજનો પિતાજીને મળવા કુશળ પૂછવા આવે છે. ત્યાં પિતાજી માણસોને ધનથી યોગ્ય સત્કાર અને યાચકોને દાન કરે છે. એમાં ખાસ કરીને જેણે અમને શોધી કાઢ્યા તે માણસ કુલ્માષહસ્તિને એક લાખ સોનૈયાનું દાન કર્યું. સાથે મેં પણ એક આભૂષણ એને ભેટ આપ્યું. કેટલાક પ્રશ્ન ઉઠાવે છે કે, પ્ર.- પ્રિય કન્યા પાછી મળી ગઈ અને હરખ હરખ થઈ ગયો એમાં દાન શા માટે કરવાનું ? ઉ.- આ પ્રશ્ન પૈસાને બહુ મહત્ત્વના ગણનારા ઉઠાવે છે. નહિતર વાજાં વગડાવ્યાં, ગીતો ગવાયાં, વગેરેમાં કેમ પ્રશ્ન નથી થતો કે આ કન્યા ગુમ થઈ હતી તે પાછી આવી ગઈ એમાં વાજાં શા માટે ? ગીતડાં શા માટે ? વગેરે અંગે પ્રશ્ન નહિ, ને ખુશાલીમાં સારાં દાન દેવાય-કરાય, એમાં જ પ્રશ્ન કેમ થાય છે કે દાન શા માટે ? ખરી વાત આ છે કે જો પૈસા બહુ ગમે છે, પૈસા જ બહુ મહત્ત્વના લાગે છે, તો હવે જો એના કરતાં કન્યા વધારે ગમે છે, વધારે મહત્ત્વની લાગે છે, તો એ દિલમાં બરાબર ઠસાવવા માટે પૈસા દાનમાં ઉરાડવા જ જોઈએ ને? નહિતર તો જાણે એવું થાય કે દીકરી તરંગવતી ! તું મને બહુ ગમે છે, પરંતુ તારા કરતાં મારા પૈસા મને વધારે ગમે છે. તેથી તારા પ્રેમની પાછળ પૈસા ન ઉરાડી નાખું ! સંસારમાં પૈસાની મોકાણ છે, એ જાણે છુપું છુપું કહે છે કે, જોજો કન્યા મળી ગયાનો આનંદ જરૂર માનજો, પરંતુ મને સાચવી રાખ્યાના આનંદ કરતાં વધારે આનંદ માનતા નહિ ! એટલે કે કન્યા મળ્યાનો લુખ્ખો આનંદ માનજો. કર્મ ! તારી ગતિ ન્યારી 277