________________ બાપુજી ! તમે એમને ના પાડ્યા પછી અલબત એમણે ય રાતના આત્મઘાત કરવા તૈયારી રાખેલી, પરંતુ મારા એમને રૂબરૂ મળવાથી એ વિચાર એમણે સમજીને જ પડતો મૂકેલો, પરંતુ હવે એમના કહેવા પ્રમાણે મારે પાછા જવું જ નથી, છતાં જો મને પાછી મોકલશો તો મારે આત્મહત્યા કરવા સિવાય બીજો માર્ગ નથી એમ મેં આગ્રહ રાખ્યો, ત્યારે એમણે ન છૂટકે મારા પરની અપરંપાર દયાથી મને લઈને અહીંથી જ તરત બહાર નીકળી જવાનું નક્કી કર્યું, ને અમે બહાર નીકળી ગયા. પ્રવાસમાં એમણે મારી ખાતર કેટલા બધા કષ્ટ ઉપાડ્યા ! કે યાવત્ ચોરોની પલ્લીમાં એમનો દેવી આગળ ભોગ આપવા તરીકે કપાઈ જવું પડશે ! એટલે સુધીનું નક્કી જ થઈ ગયેલું. પણ સદ્ભાગ્યે એક ચોરે જ અમને ઉગાર્યા, ખાનગીમાં ઘોર જંગલના રસ્તે અમને લઈ ચાલ્યો. રસ્તામાં ભૂખ્યાને તરસ્યા ઘોર કષ્ટ એમણે મારી ખાતર ઉપાડેલા ! આ તમને પહેલેથી જ મારાં જાતિસ્મરણ વગેરેની વાત શરમથી નહિ કરેલી, એમાં અમારે જાલિમ કષ્ટો વેઠવાનું આવ્યું. વાંક મારો છે, બાકી અરિહંતદેવનો અનંત ઉપકાર અને આપનો અપરંપાર ઉપકાર કે આ તમારા ચરણમાં હાજર થઈ શકી છું.' તરંગવતીનું આ વિસ્તૃત રોમાંચક નિવેદન અને એમાં પાદેવના ઉમદા દિલ અને તરંગવતી પર જીવંત રાખવા સુધીના શ્રેષ્ઠ ઉપકારો સાંભળીને તરંગવતીના પિતા ઋષભસેન શેઠ ખૂબ ગદ્ગદ થઈ ગયા આંખમાંથી પાણી નીકળી ગયાં, કહે છે, ઋષભસેનનો ઉચ્ચ કૃતજ્ઞભાવ : “અહો ! અહો ! દીકરી ! પદ્મદેવનો તારા પર જીવતદાન આપવા સુધીનો અને તારી ખાતર આટલાં આટલાં કષ્ટ ઉપાડવાનો અતિ ઉચ્ચ ઉપકાર છે ? મને કશી જ ખબર નહિ, પરંતુ આજે જાણ્યા પછી મારે કહેવું પડે છે કે એમણે માત્ર તને જ જીવતદાન નહિ પણ તને જીવતદાન આપવા દ્વારા અમને ય જીવતદાન આપવાનો મહાન ઉપકાર કર્યો છે ! ત્યારે સર્જન માણસને કોઈના તરફથી થોડો પણ ઉપકાર મળ્યો હોય તો એ સજ્જન કૃતજ્ઞભાવથી એને માથે ઋણ ચડ્યાની જેમ અધિક ઉપકાર કરીને માને છે, અને જ્યાં સુધી એનો પ્રત્યુપકાર ન કરી શકે ત્યાં સુધી માથે એનો મેરુભાર વહન કરે છે. ત્યારે માથે એવા કેઈ ઉપકાર ઋણ ઊભા હોય, એ માણસ સુખે શ્વાસ પણ કેમ લઈ શકે ? સજ્જન માણસ તો જ્યાં સુધી બેવડો પ્રત્યુપકાર - તરંગવતી