________________ આવડતું. અરે ! સ્વપ્નમાં પણ એવો કોઈ વિચાર નથી આવ્યો. કેમકે જૈન ધર્મનું ઊંચું તત્ત્વજ્ઞાન પામેલી છે. માણસ અહીં ભૂલો પડે છે ને વિવાહની વરસી કરી નાખે છે. મનમાં કોઈ ગાંઠ બંધાઈ ગઈ હોય, ને અવસર આવે, એટલે એમજ સમજે છે કે “ઠીક મોકો આવ્યો છે લાવ રોકડું સંભળાવી દેવા દે. અલબત આપમતિના તોરમાં સંભળાવી તો દે, પરંતુ મીઠાશ લેવાના ખરેખરા અવસરે ભારે કડવાશ લઈને ઊઠે, એનું નામ વિવાહની વરસી કરી. એને ભાન નથી કે એવું ટોણાનું ઉલ્લંઠાઈથી ન સંભળાવ્યું, તો શું ખોટ પડી જાય એવી છે ? ઊલટું એવા અવસરે જ સામાને ટોણાની બદલે જો જાત પર કોઈ વાંક લઈ લીધો, તો શું બગડી જાય ? એમાં તો સામાનો સદ્ભાવ ઓર વધી જાય અને સામાને ટોણાથી નીપજનારા અનર્થોથી બચી જવાય. સામાને બદલે જાતનો વાંક કહેવામાં સામાનો સદ્ભાવ વધે. તરંગવતીનો કુલીન ઉત્તર : “બાપુજી ! પ્રિય અંગે કાંઈ પણ વડીલને માટે બોલવું એમાં મને શરમ લાગી, નિર્લજ્જતા દેખાણી, અવિનય દેખાયો, તેથી હું તમને જાતિસ્મરણાદિની વાત કરી શકી નહિ. અરે ! એનો અડધો અક્ષર પણ બોલવા મારી હિંમત ચાલી નહિ. જીભ જ ન ઊપડી. આમ તો તમે મને દેવાની ના પાડ્યા પછી હું આપઘાતનું જ નક્કી કરી બેઠેલી, પરંતુ એમણે મને ટેકો આપી બચાવી લીધી ! એટલે જ આજે તમને હું જોવા મળું છું. નહિતર તો હું આત્મહત્યાથી ક્યાંય ઉપડી ગઈ હોત ! બાપુજી ! એમણે મને બચાવીને મારી ખાતર એમણે કેટલા બધા કષ્ટ સહન કર્યા છે ! એમાં પહેલો ઉપકાર તો સારસિકાનો કે મને આપઘાતથી બચાવવા સારસિકા રાતના મને એમની પાસે લઈ ગઈ. પછી પ્રિયની કેવી ખાનદાની, કે દાસીએ એમને બધી વાત કરી, ત્યારે એમણે મને કેટલી બધી ઉમદા શિખામણ આપી ! કે “અરરર ! આ રીતે તારે અહીં રાત્રે આવવું યોગ્ય નહિ, તારા બાપુ જો આ જાણે તો ગુસ્સે થાય, ગુસ્સામાં કાંઈ બોલી નાખે, તો આપણા બંને કુળની આબરૂ બગડે. માટે તું હમણાં ને હમણાં જ પાછી જા. હું બીજા શેઠિયાઓ દ્વારા તારા પિતાજીને સમજાવવા પ્રયત્ન કરીશ. તું ચિંતા ન કરીશ. પણ આપણાં ઉત્તમકુળને કલંક લાગે એવું નહિ કરવું. અલબત એ પણ મારા પર તીવ્ર રાગવાળા હતા તેથી કર્મ ! તારી ગતિ ન્યારી 275