________________ બળે ત્યાં સુધી દેશાવકાશિક વ્રત લઈ ધ્યાનમાં બેસી ગયા ! પણ દાસી અજાણે દીવામાં તેલ પૂરતી રહી. રાજા ધ્યાનમાં બેઠા બેઠા તંગ થઈ ગએલ, માથાની નસ તૂટી, અચાનક મરી ગયા ! કોઈને ખબર નથી રાજા કેમ મર્યા. તે મોટો પુત્ર એ મરેલા દેખી મારે ય આવો કર્મોદય જાગી પડે તો ? માટે ચારિત્ર સાધી લેવા તૈયાર થઈ ગયા ! આ પિતાની આફત પર પુત્રને વૈરાગ્ય. મદનરેખા મહાસતીએ પોતાના પતિનું જેઠના હાથે ખૂન થવામાં પતિનો કર્મોદય દેખ્યો. એ જોઈને પહેલું તો શીલરક્ષાર્થે ત્યાંથી નીકળી પડી, અને ક્રમશઃ આગળ વધતાં નંદીશ્વર દ્વીપે કોઈ વિદ્યાધરે પહોંચાડી, ત્યાં મરેલ તિ દેવ થઈને આવ્યો. ઉપકાર માની સેવા માગે છે, તો મહાસતીએ “ચારિત્ર માટે સારા સાધ્વી પાસે મને મૂકો' એવી માગણી કરી. કેમ ? દેવ સહાયે અત્યારે જો મોટો સ્ત્રીરાજા બનવાનું માગી સંસારની લહેર કરવા જાઉં, ને પછી અચાનક પતિની જેમ એવાં કોક વાંકા કર્મ ઉદય આવે તો ? એના કરતાં આત્મહિત સાધી લઉં, એ વિચાર કરી પતિની આફત પર પોતે બોધ પામી ગઈ. ત્યારે સંસાર કેવો ફાંસલો છે કે અહીં પધદેવ-તરંગવતીને પરદેશમાં નડેલી મહાઆફત સાંભળી સાંભળી સૌ પીગળી તો ગયા, પરંતુ એમાંથી બોધ પામી જાગી જનાર ક્યાં છે ? હાય ! આવા મોટા શ્રીમંતને પણ આવા કર્મના અચાનક ઉદય આવે, તો આપણા શા ભરોસા ? આમ એવી કોઈક આફત ટપકી પડે એ પહેલાં આત્મહિત સાધી લઉં, એવું કોને થયું ? એકને નહિ. સંસારનો ફાંસલો જ આવો છે. દુનિયા બીજાની આફતો જોવા છતાં આમ જ ગફલતમાં ડૂબી રહી છે. શેઠનો સવાસલો :- હવે અહીં જયાં ઋષભસેન શેઠે દીકરી પર આ આફતો વરસેલી સાંભળી, એટલે ગળગળા થઈ જઈ કહે છે, દીકરી ! આવું જ હતું, તને જો જાતિસ્મરણ જ્ઞાન થઈ આવું આવું બન્યું તો તે મને પહેલાં જ કેમ કહ્યું નહિ ? કહ્યું હોત તો આવી કોઈ આપદા તો ન આવતે ? અને આ અમારે પશ્ચાત્તાપ તો ન કરવા પડત કે ક્યાં મેં સાર્થવાહને કન્યા આપવા ના પાડી ?' અહીં તરંગવતી શું કહે? એમ કહે કે “બાપુ એ તો અમારી આપદાઓ સાંભળીને હવે બોલવું સહેલું છે કે પહેલાં કેમ ન કહ્યું ? બાકી તમારા અભિમાનના તોરમાં અમારા નાનડિયાનું કેટલું સંભળાય ? ખેર ! બન્યું તે બન્યું. અમારા જ કર્મનો વાંક' આવું ઉલ્લંઠાઈભર્યું તરંગવતીને બોલતા નથી 274 - તરંગવતી