________________ ગયેલા ! પણ પછીથી ત્યાંનાં જ ચોરને એકાએક દયા આવી, ને ગુપ્ત રીતે ગુપ્ત રસ્તે અમારો છુટકારો કર્યો, એની સહાયથી અમે ત્યાંથી પલાયન થયા. ભયાનક જંગલ ભૂખ ભારે છતાં ખાવા કશું જ નહિ ! યાવત્ કુલ્માષહસ્તિ નોકરનું શોધતાં શોધતાં એક ગામડામાં આવી મળવું, તે અહીં કોસાંબી પહોંચવા સુધીનો બધો અહેવાલ કહ્યો. તરંગવતી સાધ્વીજી આગળ વધતાં કહે છે, આ અમારી આત્મકથા સાંભળતાં સૌને દિલ પીગળી ગયા. કેઈકને થયું હોય બાપ ! આ કેવાં નરક જેવાં દુઃખ ! અને તે પણ આવા મોટા ઘરનાને ? કશી શરમ છે કર્મને ? પરંતુ ખૂબી કેવી છે કે માણસને પોતાની જાત પર વિચાર નથી આવતો કે શું કર્મ એમને જ નડે ? આપણને નહિ નડે ?' આત્માના કોથળામાં કેઈ જુગજુગના કર્મબલાડાં ભરેલાં સૂતાં છે. એમાંનું કેવું બલાડું ક્યારે બહાર પડે એનું કાંઈ કહેવાય નહિ. માટે, એ કેવું ય ક્યારે કર્મબલાડું જાગી પડે એ પહેલાં લાવ, હું મારા આત્માનું હિત સાધી લઉં, એમ કરી સતત એક યા બીજા પ્રકારનું આત્મહિત સાધતા રહેવા તરફ લક્ષ રહે. 19. બીજાના અચાનક કર્મ-ઉદય દેખી પોતે જાગેલાનાં દષ્ટાંત - વાલિરાજા યુદ્ધ કરવા આવેલા રાજા રાવણને જીતી આ વિચારમાં ચડ્યો કે “આ રાજા રાવણને હારનું કર્મ ઉદયમાં આવી એ કમેં એને પછાડ ખવરાવી, તો મારા ય કર્મનો શો ભરોસો ? કે એ મને પછાડ નહિ ખવરાવે ? એ ઉદયમાં આવે એ પહેલાં હું આત્મહિત સાધી લઉં.” એમ વિચાર કરી રાજય ભાઈ સુગ્રીવને ભળાવી આત્મહિત સાધવા ચારિત્ર માર્ગે નીકળી પડ્યા. માસખમણ આદિ ઘોર તપસ્યા કરવા માંડી અને ધ્યાનમાં રહેવા લાગ્યા તો અવધિજ્ઞાન ઉપાજર્યું ! લવણ, અંકુશ, રામ-સીતાના બે રત્નો, એમણે જોયું કે કાકા લક્ષ્મણ હમણાં તો સાજા સારા બેઠેલા તે અચાનક દેવની પરીક્ષામાં મરી ગયા ! ને પિતા રામચંદ્રજી એકાએક એના પર પાગલ થઈ ગયા ! તો અમારાં કર્મનો શો ભરોસો ? માટે ચાલો, આત્મહિત સાધી લઈએ, એમ કરી મોટું અયોધ્યાનું રાજ્ય મળતું જતું કરી ચારિત્ર લેવા નીકળી પડ્યા ! આ કાકાની આફત પર ભત્રીજાને વૈરાગ્ય ! રાજા ચંદ્રાવતંસક રાતના જાગી ગયા તો વિચારે છે કે હવે ઊંઘીશ તો શું હિત કમાવાનું ? માટે લાવ આત્મહિત સાધું, એમ કરી ગોખલામાં દીવો કર્મ ! તારી ગતિ ન્યારી 2 73