________________ સારસિકાનો ટોણો : એ પછી ત્યાં ઊભેલા બીજા સંબંધીઓ તથા નોકર વર્ગ એકેકને અમે બોલાવ્યા. એમાં ધાવમાતાને બોલાવતાં તો એ એકદમ ઊઠીને પગે પડી ગઈ, અને આંખમાં આંસુ છલકાવે છે; ત્યારે પેલી સારસિકા સખીને બોલાવતાં ને કુશળ પૂછતાં એ તો ધ્રુસકે રડી પડે છે; ને રડતાં કહે છે, “સ્વામિની ! તે તો ખરું કર્યું ! તને પ્રિય મળી ગયા એટલે સર્વસ્વ મળી ગયું પછી મારી કિંમત શી રહે, તે તેં મને વિસારી મૂકી અહીં મને રોતી કકળતી રાખી, પ્રિય સાથે પલાયન ! ખેર ! પણ મને એનું બહુ દુ:ખ ન લાગ્યું, કેમ કે તારી ધારણા મુજબ પ્રિયની સાથે પરદેશ જવાનું ગોઠવાઈ ગયું, એનો મને ખૂબ આનંદ હતો.” પછી અમે બેઠાં ત્યાં સારસિકાને સ્નેહીજનો પૂછે છે કે તે સારસિકા ! તું તો બધું જાણે છે, તો એ તો કહે આ બંનેને પૂર્વ જનમમાં શું શું બનેલું ? ત્યાં સારસિકા કહે “ભાઈ ! પૂર્વ જન્મનું શું પૂછો છો? આપણે માણસ જાત જેટલા પ્રેમીને વફાદાર નથી, એટલા આ બંને ચક્રવાક ચક્રવાકી પક્ષી હોવા છતાં પરસ્પર ભારે વફાદાર હતા ! તે જરૂર પડ્યે એક બીજાને પોતાનાં પ્રાણ કાઢી આપે એવા ! એમ કહીને સારસિકાએ અમારા પૂર્વ ભવનો હેવાલ કહી બતાવ્યો. સાંભળનારા તો એ સાંભળતાં એવા ચકિત થઈ ગયા ! અને એમાં પારધી જેવાએ જે ચક્રવાક તરફની ભલી લાગણીથી એના મડદાને અગ્નિ સંસ્કાર આપ્યો, એ સાંભળતાં તો સૌને એમ થઈ ગયું કે હો આવો જંગલી શિકારી માણસ છતાં એના દિલમાં વગર ધાર્યો શિકાર થઈ ગયો. એમાં એને આટલો બધો પશ્ચાત્તાપ ? અને પક્ષી જેવા ઉપર આટલી બધી લાગણી ? ત્યારે “ચક્રવાકીએ બળતી ચિતામાં પ્રિયના પ્રેમની ખાતર ઝંપલાવ્યું.' એ સાંભળતાં તો સૌની આંખમાં આંસુ ભરાઈ આવ્યા ! એ પછી સંબંધી વર્ગે અહીં બનેલી વિગતો પૂછી, ત્યારે સારસિકાએ પદ્મસરોવરમાંથી જાતિસ્મરણથી માંડીને ઠેઠ અમારા બંનેના અહીંથી ભાગી જવા સુધીનો હેવાલ આપ્યો. સાંભળનારા બધાને રોમાંચ ખડા થઈ ગયા ! હવે સ્નેહી સંબંધી “અમે બંને અહીંથી કોઈને વગર કહ્યું નીકળી ગયા, ને પછીથી અત્યારસુધી શું શું બન્યું એ પૂછે છે, ત્યારે “ગુહિણી ! મારા પ્રિય પદ્મદેવે જ બધો અહેવાલ આપ્યો. એમાં જે ચોરોની પલ્લીમાં ફસામણી અને આશા નહિ, વગેરેનું વર્ણન કર્યું, તે સાંભળતાં તો સૌના હોશકોશ જ ઊડી ર 72 - તરંગવતી