________________ જનાવરને મોટર અકસ્માત થયો, ને એ રસ્તામાં મરવા પડ્યું છે, અને તમે દયાથી નવકાર સંભળાવો, તો તમે એ મોક્ષ માટે સંભળાવ્યો ? ને એણે મોક્ષ માટે સાંભળ્યો ? ના; જો મોક્ષના આશયથી નહિ, તો શું એ નવકાર કથન અને નવકાર શ્રવણના ધર્મથી દુર્ગતિમાં રીબાઈ રીબાઈને મરવાનું ? વાહિયાત પ્રલાપ અને વાહિયાત લેખન કરવા, એ મહા અજ્ઞાનતા છે, મહમૂઢતા છે. એ નિવારવા જૈન શાસ્ત્રો પૂરા પૂરા જોવા વિચારવાની જરૂર છે. શાસ્ત્રો વાંચ્યા વિચાર્યા વિના વ્યાખ્યાતા અને લેખક બની બેસવામાં અને એમાં વાતવાતમાં જ કારવાળી ભાષા વાપરવામાં કોણ જાણે કેટલાય ઉસૂત્ર ભાષણ થતા હોય ? અસ્તુ. પેલા તરંગવતી સાધ્વીજી શેઠાણીને પોતાની આત્મકથા કહેતાં કહી રહ્યા છે કે ‘હિણી ! હવેલીમાં પેસતાં અમે મંગળ કરીને પછી અંદર પેઠા, ત્યારે શું જોયું ? અંદરમાં મારા પિતાજી જાણે પોતાના અપરાધથી જરાક લજ્જિત મુખવાળા દેખાતા હતા. શો અપરાધ, સમજી ગયા ને ? શેઠે પદ્મદેવના બાપને પદ્મદેવ માટે પોતાની કન્યા આપવાની ઘસીને ના પાડેલી એ અપરાધ. અને બંને ગાયબ થઈ ગયા પછી દાસીએ જે અમારા બંનેની પૂર્વ જન્મના હેવાલ સાથે બનેલી કરુણ ઘટનાઓ કહેલી, એ પરથી શેઠને સ્વયં સમજાઈ ગયેલ કે પોતે કેવો મહાન અપરાધ કરેલો. હું જોઉં છું તો ત્યાં સામે પિતાજી બેઠા છે, સાથે અમદેવના પિતાજી પણ બેઠેલા છે. બંનેને જોતાં અમે અતિ હર્ષિત થઈ જઈ, પ્રત્યક્ષ દેવસમાન અમન જોતાં એમ એમના પગમાં પડી ગયો. અમ મરણાંત જવા દુ:ખે અનુભવીના આવેલા જ્યાં મોતથી બચવાની કોઈ જ આશા નહોતી, એમાંથી ઉગરીને આવેલા ને આજે જીવતાં જીવનમાં પરમ ઉપકારી પિતાજી જોવા મળ્યા નથી એ દેવ જેવા લાગે, એમાં શી નવાઈ ? એનારો એ સંભ્રમભય નમન પર બંને વડીલ રાજીના રેડ થઈ જઈ અમારા મસ્તક પર એમને ભેટી પડ્યા, અને એમની આંખોમાં આંસુ છલકાયા ! સાર - જુમાં બેઠેલા માતાજી તથા સાસુજીને પણ અમે ખૂબ હરખથી પગમાં -- સ્કાર કર્યા. એમણે પણ અમને આંખમાં હરખના આંસુ સાથે આલિંગન આપ્યાં આજુબાજુમાં બેઠેલા ભાઈઓ. ભોજાઈઓ, વગેરેને પણ એકેકને અમે. પગમાં પડી પડીને નમસ્કાર કર્યા. સૌની આંખો આંસુથી છલકાતી હતી. એ વખતનું દશ્ય અલૌકિક હતું ! કેમ જાણે નરકમાંથી છૂટીને આવેલ પાતાનો સંબંધી ન મળ્યો હોય ? કર્મ : ર ગતિ ન્યારી