________________ પ્ર.- ઘરમાં રહેવાનું તો એક સાંસારિક કાર્ય છે. શું સાંસારિક કાર્ય માટે ધર્મ કરાય ? ઉ.- આની સામે પ્રશ્ન છે કે જો ધર્મ ન કરાય, તો શું સાંસારિક કાર્ય માટે પાપ કરાય ? શું સાંસારિક કાર્ય માટે પાપ કરે તો વાંધો નહિ, ને ધર્મ કરે તો વાંધો ? શું સાંસારિક કાર્ય માટે પાપ કરે ટૂંકી દુર્ગતિ થાય ? ને ધર્મ કરે તો લાંબી દુર્ગતિ થાય ? શકે, માત્ર ધર્મ ન થઈ શકે ? સાંસારિક કાર્ય માટે ધર્મ કરવાના ઢગલાબંધ શાસ્ત્રપાઠો મળે છે. છતાં કહેવું કે ધર્મ મોક્ષ માટે જ થાય, સાંસારિક કાર્ય માટે ન થાય, એ અનેકાનેક મહાન વિદ્વાન પૂર્વાચાર્યોના વચનને અને પૂર્વાચાર્યોને ઓળવવાનો ધંધો છે. મહા માહનીયના ઉદય શાસ્ત્રો ઓળવવાનો ધંધો થાય. મોક્ષના આશય વિનાના ધર્મના દાખલા “મોક્ષના આશય સિવાય બીજા કોઈ આશયથી ધર્મ ન જ થઈ શકે, એવા પોતાના મનઃકલ્પિત અને શાસ્ત્રોથી વિરુદ્ધ સિદ્ધાન્તને સાચો ઠરાવવા માટે.” જમવાનું શરૂ કરતાં પહેલાં નવકાર ગણ્યો એ મોક્ષ માટે. વેદનાની પીડા ઓછી કરવા નવકાર ગણ્યા એ મોક્ષ માટે. “મોટો સોદો કરતા પહેલાં નવકાર ગણ્યો એ મોક્ષ માટે'...આ મનઃકલ્પિત જોડાણો છે. ધરાર અનુભવથી વિરુદ્ધ બોલવું, અને મનઘડંત સિદ્ધાન્તને યેનકેન પ્રકારે સાચો ઠરાવવા મથવું, એ અનેકાંતવાદી જિનશાસનથી વિરુદ્ધ બોલવા જેવું છે. શ્રાદ્ધવિધિ - ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રો શું કહે છે એ જુઓ : એ તો સાફ સાફ લખે છે કે “સમુદિત (મોટા રૂપના) ક્રય-વિક્રય કરવા હોય ત્યારે સફળતા માટે નવકાર આદિ ધર્મમંગળ કરવાં. અહીં “સફળતા' એટલે મોક્ષ નહિ, પણ વેપારમાં નફો. પાછું ત્યાં લખ્યું કે “સર્વત્ર અર્થાત્ સાંસારિક કાર્યો હોય કે ધર્મનાં કાર્ય હોય, બધે જ “ધર્મ પ્રાધાન્યન સાફલ્યા અર્થાત ધર્મને મુખ્ય કરવાથી સફળતા મળે.' આ શાસ્ત્રપાઠ સાફ સાફ સાંસારિક કાર્ય માટે પણ ધર્મમંગળ કરવાનું કહે છે. - : વતી