________________ આ પૂર્વના જાંગડ પડેલા પુણ્યનો અને ધર્મ-સંસ્કારોનો પ્રતાપ. તરંગવતીના આત્મામાં આવું જ જોવા મળે છે કે પૂર્વના ચક્રવાકીના અવતારમાં કશી ધર્મ સાધના નહોતી, છતાં અહીં ઉત્તમકુળ અને બાળપણથી ધર્મસાધના આવી. શી રીતે આવી ? તો કહેવું પડે કે એ પૂર્વની કોઈ જાંગડા પડેલી પુણ્યાઈ અને ધર્મ સંસ્કારની મૂડીનો પ્રતાપ. આ એક સમાધાન છે. બીજો ખુલાસો આ છે કે ચક્રવાકીના અવતારમાં એને ચક્રવાક સાથેના પ્રેમમાં મોહમૂઢતા હતી, પરંતુ હૈયાના પરિણામ તેવા ક્રૂર અને સંકલેશભર્યા નહોતા; પરિણામ કોમળ મુલાયમ હતા; તેથી પુણ્યોદયે અહીં એને તરંગવતી તરીકેનો નગરશેઠને ત્યાં અદ્ભુત માનવ અવતાર મળ્યો, ને જનમથી જૈનધર્મ, ધર્મનાં અનુષ્ઠાનો મળ્યા ! પૂર્વ પુરુષોનાં દૃષ્ટાન્ત જોઈએ તો આવા પ્રસંગ જોવા મળે; કે જીવનમાં ધર્મ સાધના ન હોય, પરંતુ કોમળ પરિણામે પછી દેવાદિ અવતાર મળે. જેમ કે કુમારનંદી સોની કામલંપટ હતો, એને કશી ધર્મસાધના નહોતી, પરંતુ હાસા પ્રહાસા બે અપ્સરાનો ધણી દેવ થવાનું નિયાણું કરી અગ્નિમાં બળી મર્યો તો એ પ્રમાણે દેવનો અવતાર પામ્યો ! શી રીતે પામ્યો ? નિયાણાંની પાછળ ધર્મસાધનાનું પીઠબળ તો હતું નહિ, તો શી રીતે નિયાણું ફળ્યું ? કહો, બળતી વખતે એના દિલનાં પરિણામ એવા ક્રૂર નિષ્ફર નહિ થયા હોય, કોમળ મુલાયમ રહ્યા હશે, તો જ દેવનું આયુષ્ય બાંધી દેવ થયો હોય નહિતર તો તીવ્ર સંકલેશ કે હાયવોયમાં નરક કે તિર્યંચગતિનું આયુષ્ય બાંધી દેત. તરંગવતી ચક્રવાકીના અવતારમાં અંતે આવા કોમળ પરિણામમાં રહી હોય, બળી મરી છતાં પ્રિય પરના સ્નેહને લીધે બળતાં હાયવોયમાં ન પડી હોય, તો રૂડો માનવ-અવતાર મળ્યો, એમ કહી શકાય. તરંગવતીના પિતાના ઘરમાં પ્રવેશ : અહીં હવે પધદેવ અને તરંગવતીને સગા સ્નેહીઓ તરંગવતીના પિતૃગૃહે લઈ આવે છે. મોટો જનસમૂહ ભેગો થઈ ગયો છે, હવેલીમાં પ્રવેશ કરાવતા પહેલાં જોષી એને પાસે મંગળરૂપે દહીં અક્ષત પુષ્પોથી દેવપૂજન કરાવે છે, પછી એમને અંદરમાં પ્રવેશ કરાવે છે. ઉ.- મંગળ એ ધર્મ છે; એનાથી વિપ્નો નાશ પામે. ઘરપ્રવેશ કર્યા પછી એ ઘરમાં રહેતા વિઘ્નો કષ્ટો ન આવે, એ માટે ધર્મ મંગળ કરવું જોઈએ. કર્મ ! તારી ગતિ ન્યારી 269