________________ ને એનો પ્રભાવ બતાવે. પૂર્વ પુરુષનાં ચરિત્ર ગ્રંથોમાં આ જોવા મળે છે, કે પાપના માર્ગમાં રચ્યાપચ્યા રહેવાને બદલે ધર્મની પ્રવૃત્તિ ખૂબ ખૂબ કરતા હોય, પણ તેથી નથી ને કદાચ પરભવનું આયુષ્ય બંધાતી વખતે કોઈ નરસા ભાવ આવી જવાના લીધે હલકાં અવતારમાં જવું પડ્યું, તો ય એ જનમ પૂરો થતાં પૂર્વની ધર્મસાધનાઓથી ઊભા થયેલા ને જાંગડ પડેલા પુણ્યથી આત્માનો ઉદ્ધાર થયો....અહીં આ બે તરંગવતી-પદ્મદેવને આમ બનવા પામ્યું હોય, તેથી પક્ષીઅવતારનું આંતરું પડ્યું. ઋષભપ્રભુને ધર્મહીન ભવનું આંતરું: ઋષભદેવ ભગવાન પહેલા જનમમાં ધન સાર્થવાહ તે મુનિઓને સાર્થમાં લઈ ગયા. ત્યાં રસ્તામાં ઉનાળો ભારે આવ્યો એમાં સાર્થવાહ, “સાર્થમાં કોણ, કોણ છે,” એનું લિસ્ટ મંગાવી જોતાં મુનિઓ યાદ આવ્યા, મુનિઓ પાસે જઈ ક્ષમા માગે છે, કે “આપને સાર્થમાં વિશ્વાસ આપીને લીધા, પણ આપને ભૂલી ગયો આપની સંભાળ ન લીધી ! ક્ષમા કરજો મને.” મુનિઓ કહે છે, તમે અમારો કોઈ અપરાધ કર્યો નથી. બલકે આટલે સુધી અટવી લંઘવામાં તમે રક્ષણ આપી અમારા પર ઉપકાર કર્યો છે.” | મુનિઓની ઉદાર ઉમદા વાણી સાંભળી ધનસાર્થવાહ પ્રભાવિત થઈ જાય છે, મુનિઓને લાભ આપવા નિમંત્રણ કરી લઈ જાય છે, ત્યાં સાધુધર્મનો અજાણ ધનસાર્થવાહ પહેલાં તો ફળોનો લાભ આપવા કહે છે. મુનિઓ સમજાવે છે કે ભાગ્યવાન ! મુનિઓને આવી સચિત્ત સજીવ વસ્તુ લેવી ન ખપે. ત્યારે સાર્થવાહ ખૂબ ભાવપૂર્વક ઘી વહોરાવે છે, ને પછીથી એ ભવમાં ધર્મની સમજ મળતાં સમ્યક્ત પામે છે. સુંદર ધર્મ આરાધના કરે છે, મહાન પુણ્ય સંપત્તિ કમાય છે. પણ એમને જીવનનો અંત પુત્રના પ્રપંચથી અકાળ દ્વારા સમજ કે ધર્મ સાધના નથી હોતી, છતાં એમને તેવા કષાયો નહિ, એટલે મરીને એમને દેવગતિમાં જ અવતાર મળે છે. ત્યારે પેલા દાનના પુણ્ય સંચયનું શું? કહો, જાંગડ પડ્યું છે, એ હવે ચોથા ભવે મહાબળ તરીકે મનુષ્ય અવતાર પામે છે. ત્યાં ઉદય આવે છે. અલબત પૂર્વનાં મોહનીય કર્મ અને કુમિત્રોનો સંયોગ અહીં એમને જલદી ધર્મ નથી પામવા દેતા, છતાં પૂર્વના પુણ્ય મુખ્યમંત્રી સારો મળ્યો છે, તેથી એના સહારે અંતે ચારિત્ર લે છે ! લઈને તરત જીવનભરનું અનશન કરી લે છે. 268 - તરંગવતી