________________ આપે છે. એમાં ફૂલહારનાં વધામણાં તો એટલા બધા આવે છે કે પદ્મદેવ એ બધાને સ્વીકારવા પહોંચી શકતો નથી. લોકોમાં બંનેના પૂર્વ ભવની ખબર પડી ગઈ છે એટલે લોકો આંગળી કરીને બોલી રહ્યા છે, અરે ! જુઓ જુઓ આ પમદેવ તે પેલો ચક્રવાક, જેને ચિત્રપટ્ટમાં પારધીએ બાણથી હણેલો બતાવેલો: અને એની પાછળ ચિતામાં બળી મરેલી આ પેલી ચક્રવાકી, તે આ શેઠની લાડલી પુત્રી તરંગવતી થઈ; અને હવે આ પદ્મદેવની પત્ની બની ! ખરેખર દૈવે બંનેની જુગતી જોડી બનાવી ! કેવો આ વિનયશીલ શૂરવીર અને કુળનું રતન તે બધાને આદરણીય બન્યો છે ! એ એમના કુટુંબના ઉલ્લાસ અને લોકોના સન્માનથી સ્પષ્ટ જણાઈ આવે છે. એમ નગરમાં રાજમાર્ગ ઉપર સવારી ચાલતાં ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. લોકોની દષ્ટિએ પ્રવાસમાંથી આવેલા છે. “કેવા દુઃખ વેઠી આવ્યા છે !" એની લોકને ખબર નથી એટલે કોઈને મન એવી લાગણી નથી થતી કે આ બિચારા કેવા દુઃખ વેઠી આવ્યા છે ! સારું થયું દુઃખથી છૂટ્યા ! હવે દુઃખમાં ન પડો.” આવું આવું કોઈને નથી થતું. જીવની પણ આ દશા છે. અહીં જન્મ પામે છે. હજારો આજુબાજુના લોક ખુશી થાય છે,- “વાહ ! બાબો કેવો સારો રૂપાળો ! કોઈ આ જીવ ગર્ભમાં બિચારો કેવાં દુઃખ પામ્યો ! એની પૂર્વેના જનમમાં કેવાં દુ:ખ પામ્યો હશે ! હવે દુ:ખ ન પામો ! કોઈ જ આનું મનમાં નથી લાવતું ! સગા માબાપ મનમાં નથી લાવતા ! નહિતર જે નવા જન્મેલા બાબા માટે જ માબાપ એ વિચારતા હોત કે “મોહના વિષયોના કારણોએ આ પૂર્વે દુઃખો પામ્યો,” તો એવાં મોહના કારણોમાં એને અહીં ન જોડે. એ તો વધામણાં જ કરે છે ! તરંગવતી પદ્મદેવનાં પણ મહા વધામણાં થઈ રહ્યા છે. પક્ષીના અવતારે ધર્મ નહિ, તો અહીં પુણ્યોદય શી રીતે ? પ્ર.- પૂર્વે ચક્રવાક-ચક્રવાકીના અવતારમાં કશો ધર્મ તો કર્યો નથી તો પછી આટલું બધું પુણ્ય શી રીતે ઉદયમાં આવ્યું ? ઉ.- અલબત પક્ષીના અવતારમાં ધર્મ, દાન પુણ્ય કર્યું દેખાતું નથી; પરંતુ એક તો પૂર્વ ભવોમાં એ કર્યું હોય એમ બની શકે છે. અને કોઈક એવી કસૂરના કારણે વચગાળાનો પક્ષીનો અવતાર આવી ગયો હોય. પરંતુ પૂર્વની ધર્મસાધનાનો પુણ્યનો જાંગડ માલ પડ્યો હોય એટલે એ અહીં ઉદયમાં આવે. કર્મ ! તારી ગતિ ન્યારી