________________ ભગવાન મહાવીર પ્રભુ રહી ગયા !એમ કરી વડનું પૂજન કરી એને પ્રદક્ષિણા દે છે, એ વખતે દિલમાં એટલો બધો આનંદ અને તુષ્ટિપુષ્ટિ અનુભવે છે કે દિલમાં સંવેગરંગ (દવ-ગુરુ-ધર્મ-ઉપરનો ભક્તિરંગ) ઊભરાય છે. મનને એમ થાય છે કે વાહ રે મારા ભગવાન ! તમે આ જગત ઉપર અવતરીને કેવાં જ્ઞાનનાં અજવાળાં કર્યા ! નિરાધાર જીવોના કેવાક આધારભૂત બની ગયા ! અમારાં કેવાં અહોભાગ્ય કે તમે અમને મળી ગયા ! તમને છાયા આપનારા આ ધન્ય વૃક્ષનાં દર્શન થયા, એ અમારે તમારું જ દર્શન છે. ગિરિવર-રજ તરુમંજરી રે, શીશ ચડાવે ભૂપ, લલના.” પૂર્વ સિદ્ધિગિરિ તરફ છરી પાળતાં સંઘો જતા, ત્યારે યાત્રિકો ને મોટા રાજાઓ પણ રસ્તે આવતા વૃક્ષની મંજરી અને એ રસ્તેથી ચાલી ગયેલા યાત્રિકોના પુણ્યવંતા પગથી પવિત્ર થયેલી જમીન પરની રજને માથે ચડાવતા! યાત્રિક સંઘ તો પૂજય છે જ, પણ સંઘની પાદ રજ પણ જાણે પૂજય છે ! આવા માર્ગની રજના સ્પર્શને નકામો ગણતા નહિ; કેમકે એથી દિલમાં જે ભાવનો ઉછાળો આવે છે, એ સમ્યકત્વને નિર્મળ કરે છે. કમમાં કમ, ગિરિવર ચડતાં વચમાં વચમાં ગિરિનો હાથેથી સ્પર્શ કરીએ, અને અનંતાને મોક્ષે મોકલનાર ગિરિવરને ધન્ય ધન્ય માનીએ, તો દિલમાં ભક્તિ શ્રદ્ધાનો રંગ વધે છે, સમકિત નિર્મળ થાય છે. તરંગવતી-પધ્ધદેવ મહાવીર ભગવાન જે વડ નીચે કાઉસ્સગ્ગ ધ્યાન રહેલા, એ વડની સ્તુતિ કરે છે કે “હે મહાવડ ! તને ધન્ય છે કે પ્રભુની માથે તે છાયા ધરી ! અને એમ સ્તુતિ કરતાં અંતરમાં સંવેગની તુષ્ટિપુષ્ટિ અનુભવે છે. પછી તે ચાલ્યા આગળ કોશાબી તરફ. નોકર માણસે આગળથી બંને શેઠિયાને સમાચાર મોકલી દીધા છે. એટલે કોશાબીની બહાર જયાં કમળવન છે, ત્યાં આખું કુટુંબ અને લોકો હજારો ભેગું થઈ ગયું હતું; કેમકે આ બે આવી રહ્યા છે એ જાહેર થઈ ગયું હતું. કોશાબમાં લોક-વધામણાં : લોકો એકેક જોઈ જોઈને હાથ જોડીને પ્રણામ કરી જાય છે. ત્યાં કુટુંબને આનંદનો પાર નથી ! ત્યાંથી એમને નગરમાં લઈ જવામાં આવે છે. રાજમાર્ગ ઉપર લોકોની કતાર જામી છે. મકાનોની બારીઓથી ને અગાસી ઉપરથી લોકો જોવામાં તલ્લીન થઈ ગયા છે અને જોઈ જોઈને લોકોની આંખો ધરાતી નથી, એમાં ટસી ટસીને જુએ છે એટલું જ નહિ, પણ લોકો અક્ષત ફૂલ વગેરેથી વધામણાં કરે છે ! “ચિરંજીવો' એમ આશીર્વાદ 266 - તરંગવતી