________________ ધર્મના ક્ષેત્રમાં શું થાય છે ? આવું જ. પ્રભુની અદ્ભુત આંગીના દર્શન મળ્યાં. હૈયું ખૂબ હરખાયું, છતાં એ હરખ પૈસા સાચવી રાખ્યાનાં હરખની હેઠ ! નહિતર તો જો આ પ્રભુદર્શનનો હરખ વધી ગયો હોય, અને ધનસંગ્રહનો આનંદ આની આગળ તુચ્છ લાગ્યો હોય, તો ઝટ 50-100 રૂ. ભંડારમાં નાખી દેવાય. પરંતુ હૈયામાં બેઠેલું ધન-મહત્ત્વ જાણે કહે છે જોજે પ્રભુદર્શનનો હરખ માનજે, પણ એનાં કરતાં અમને (ધનસંગ્રહને) સાચવી રાખ્યાનો હરખ વધારે માનજે ! આ પ્રભાવ છે કારમી ધનપ્રીતિનો ! રામજી ગંધારને ગુરુવધામણી મળવા પર 11 લાખનું દાન : જગતગુરુ મહાન આચાર્ય ભગવાન હીરસૂરિજી મહારાજ ખંભાત નજીક પધારી ગયા છે. માણસ પાસેથી એ સાંભળતાં રામજી ગંધાર શેઠ એવા ખુશીમાં આવી ગયા કે “અહો ! ભયંકર ભવસાગરથી તારણહાર ગુરુ મહારાજ પધારી ગયા ? મારે ધન્ય ઘડી ! ધન્ય દિવસ ! એમ માનતાં વધામણી દેવા આવેલા માણસને 11 લાખ રૂપિયાનું દાન દઈ દીધું ! જીવને ધન અતિપ્રિય છે. એની સામે તીર્થકર ભગવાન, ગુરુ, ધર્મપ્રસંગો વગેરેને અતિપ્રિય કરવા હોય, તો પૈસાની અતિપ્રિયતા હટાવો, વાતવાતમાં હરખ-દાન, સત્કાર-સન્માન વગેરે કરો, કન્યાને સારો પતિ મળી ગયો હોય તો જમાઈ બહુ માગતો નથી, છતાં સસરાને એને ઘણું દેવાનું મન થાય છે, મને કન્યા વધુ વહાલી છે, પૈસા નહિ. આવી સારી મારી કન્યા આગળ પૈસા કોણ ચીજ છે ?'- એમ એના મનને થાય છે. | ઋષભસેન શેઠે જોષી તેડાવ્યા, ઉચિત ભેટશું કરી નજીકનું લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું, ઉપર વળી જોષીનો સત્કાર કર્યો. વિવાહનો મોટો મહોત્સવ મંડાયો, અને ભારે દબદબા સાથે તરંગવતી પદ્ધદેવનું લગ્ન ઉજવાયું. બંને પક્ષે ગરીબો યાચકો વગેરેને દાન, અને સ્નેહી સંબંધીને ઊંચા જમણ પહેરામણીમાં કસર ન રાખી, હવે વર-વહુ બંનેના કુળનો ગાઢ સ્નેહ સંબંધ બંધાઈ ગયો; જાને એક જ કુળ જેવું થઈ ગયું ! તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહે છે, “ગૃહિણી ! અહીં મારે તો એક ભવમાં બે ભવ જોવા જેવું થયું ! ક્યાં એ ચોરપલ્લીમાં સપડામણી ? ને પ્રિય પદ્મદેવને મારી નજર સામે ચોર વડે ગાઢ બંધને બંધાવાનું ? ક્યાં એનો દેવીને ભોગ અપાવાનું નક્કી થઈ જવું ? ને ક્યાં અત્યારના ભારે દબદબા સાથે વિવાહ મહોત્સવ આદિ ? બનો મેળ ન મળે. ત્યારે જ કહેવાય છે કે કર્મ! 278 - તરંગવતી