________________ અહીં નોકરે પહેલેથી એક માણસને વાહન લેવા મોકલેલો, તે વાહન નદી કાંઠે તૈયાર આવી ઊભેલું, એટલે નોકર સાથે બંને વાહનમાં બેસી ગયા, અને એક સ્નેહીના ગામમાં પહોંચી ગયા. ત્યાં જઈને સ્નાન કર્યું. બંનેને નોકરે સારી રીતે ભોજન કરાવી આરામ કરાવ્યો. બંને બહુ જ થાકેલા હતા, એટલે એમણે સારી રીતે ઊંઘ કાઢી એટલે તાજા માજા (મસ્ત) થયા. પછી ઊઠીને દેવાધિદેવનું ચૈત્યવંદન અને સ્તુતિ કરી. અહીં કુલમાષ પાસે પૈસા એટલા હતા નહિ તેથી આગળ શી રીતે વધવું ? એટલે એણે કોસાંબી તરફ કાગળ લઈને એક માણસ મોકલ્યો, અને એ થોડા દિવસમાં જવાબ લઈને પાછો આવે ત્યાં સુધી બધાએ ત્યાં જ સ્નેહીના ઘરે રોકાવાનું કર્યું. થોડા દિવસમાં માણસ જવાબ અને કોસાંબી સુધીના ખર્ચ માટે ખાસું ધન અને કપડાં વગેરે સામગ્રી લઈને પાછો આવ્યો. એટલે અહીં આનંદ આનંદ થઈ ગયો. એમાંથી અહીં થોડુંક રહ્યા એનું ઉચિત કરવા, આ સ્નેહીના ઘરે એક હજાર રૂપિયા આપ્યા. તેમજ છોકરા બૈરા અને પુરુષો માટે કપડા આપ્યાં, જેથી સ્નેહીને સારું સંભારણું રહે. પછી ત્યાં વાહન તૈયાર કર્યું, ને સાથે શસ્ત્રધારી મજબૂત માણસો રક્ષક તરીકે સાથે લીધા. પદ્મદેવ અને તરંગવતી હવે આ પરિવાર વગેરે મોટી સમૃદ્ધિ સાથે ત્યાંના રાજમાર્ગ પરથી પસાર થતા હતા ત્યારે એ નગરના હજારો માણસો જોઈ ચકિત થઈ જતા ! અને આમને સ્નેહની દૃષ્ટિથી જોતા હતા. નગર બહારથી વાહનમાં બેસી ગયા, અને કોસાંબી તરફ પ્રયાણ ચાલુ કર્યું. પુણ્યપાપની વાદળીઓનાં અવનવાં : પુણ્યપાપની વાદળીઓ કેવાંક કલ્પના બહારના અવનવાં કામ કરી જાય છે ! પહેલું અવનવું, તરંગવતી પક્ષીના અવતારમાં પાપના ઉદયે પ્રિયનો વિયોગ પામીને એની ચિતામાં બળી મરી, પરંતુ કોઈક શુભ ભાવે પુણ્યના ઉદયે મોટાશેઠની દીકરી તરંગવતી થઈ ! તો બીજું અવનવું, એમાં જાતિસ્મરણ થયું ! અને પ્રિયની યાદમાં મોહના ઉદયે ઝૂરતી હતી ! પછી ચિત્રપટ્ટ સૂઝયો તો એ પૂર્વ ભવના ચિત્રપટથી પુણ્યના ઉદયે પ્રિય મળ્યો ! તો પોતાના બાપે પાપના ઉદયે એ પ્રિયના વેરે દેવા ના પાડી ! પરંતુ પુણ્યના ઉદયે પ્રિય ખાનગીમાં મળી ગયો ! ને એને પરગામ લઈ ચાલ્યો; તો પાપના ઉદયે ત્યાં ચોરો મળ્યા, ને એમનું ઝવેરાત તો લૂંટી લીધું ! પરંતુ વધારામાં એમને લઈ કર્મ ! તારી ગતિ ન્યારી 261