________________ જઈ પલ્લીમાં કેદ પૂર્યા ! એટલું જ નહિ, પણ પ્રિય પમદેવનો દેવીને ભોગ આપવાનું નક્કી થયું ! કેટલી હદ સુધી પાપોદય ? પણ ખૂબી જુઓ, આવા ભયંકર પાપના ઉદયની વાદળી ય પાછી ખસી ગઈ, ને પુણ્યની વાદળી આવી ! તો એણે એ જ પલ્લીના ચોર દ્વારા છુટકારો અપાવ્યો ! પાછા છૂટીને જંગલ વટાવી કોઈ ગામમાં ગયા, તો પાપના ઉદયે કારમી ભૂખ વેઠવાની આવી, ત્યાં પાછો પુણ્યનો ઉદય થયો તો ઘરેથી શોધવા નીકળેલ માણસ જ ત્યાં મળી ગયો ! તે હવે વતન કોસાંબી તરફ વાહનમાં ઠાઠમાઠ પરિવાર સાથે લઈ ચાલે છે ! ઘડીમાં પુણ્યની વાદળી ! તો ઘડીમાં પાપની વાદળી ! એથી ઘડીમાં સુખ વસ્યું ! તો ઘડીમાં દુઃખ વરસું ! સંસારી જીવને જુદા જુદા જનમમાં તો સુખના ને દુઃખના અનુભવ થાય છે. પરંતુ આ એક જ જનમમાં પુણ્યોદય પાપોદયે કેવાંક પરિવર્તન લીધા ! આમાં જ સંસારી જીવની કેવીક કર્મ પરવશતા દેખાય છે ! કર્મસત્તા આગળ માણસની કેવીક રાંક સ્થિતિ છે ! જે સંસારમાં કર્મસત્તા જીવ પર આમ પલટા મારવાનું કામ કરે છે, શું એવા સંસારને માથે ચડાવવાનો ? કે કર્મસત્તાની બેડીઓમાંથી છોડાવે એવા દેવ-ગુરુ-ધર્મને માથે લેવાનો ? બીજો વિચાર એ છે કે પુણ્યોદયની વચમાં વચમાં જીવના માથે જો. પાપોદય ટપકી પડી એને મહાદુઃખમાં મૂકે છે, તો એ શું સૂચવે છે ? આ જ, કે પૂર્વે ધર્મ તો કરેલો તેથી સારા પુણ્યોદય જોવા મળ્યા; પરંતુ એમાં પાપોદયો જાગી જાગી દુઃખ લઈ આવ્યા, એ સૂચવે છે કે પૂર્વ જનમમાં ધર્મ કરવાની સાથે પાપાચરણ કેવા કેવા કરેલા હશે ? એ આપણું આ આત્મનિરિક્ષણ કરવા પ્રેરે છે કે, આત્મનિરીક્ષણ : આપણને સદ્ભાગ્યે અહીં ધર્મ તો ગમે છે, પરંતુ સાથે સાથે વિવિધ પાપાચરણ કેટલાં ગમે છે ? એ ભવાંતરે શું દેખાડશે ? પેલા ધર્મનાં ફળરૂપે આવતાં સુખોની વચ્ચે વચ્ચે એ પૂર્વ પાપાચરણે દુ:ખોની દખલ કેવી આવવાની ? દુ:ખોનાં રોદણાં કેવાં થવાના ? તરંગવતીનાં જીવનમાં જોઈએ તો દેખાય છે કે સુખો વખતે તો આનંદ મંગલ; પરંતુ દુઃખ આવ્યા ત્યારે છેલ્લે ઠેઠ આપઘાતના વિચાર સુધી ચડી ગયેલી ! પણ હવે એને એમ લાગે છે કે દુઃખનાં દહાડા ગયા, તે વતન 26 2 - તરંગવતી