________________ પેલો માનસશાસ્ત્રીનો હિસાબ સમજવો જ નથી ! અને અનુભવમાં મૂકવો જ નથી ! તો એનાં રૂડાં ફળનાં જિંદગી સુધી ભાગી નહિ બની શકો. તરંગવતીના પિતાનો રોષ વિનાનો અને ‘હવે જલદી ઘરે આવી જાઓ તમારા મનોરથ સિદ્ધ થશે' એવો પ્રેમભર્યું આમંત્રણનો પત્ર આવ્યો એથી એને શોક દૂર થઈ ગયો, અને મનને ભારે સંતોષ થયો. નોકર વીતક પૂછે છે : ત્યાં પેલો નોકર કુલ્માષહસ્તિ પૂછે છે પણ નાનાશેઠ ! મેં તો તમારા ગયા પછી ઘરે બનેલ બધી હકીકત કહી, પણ તમે શો શો અનુભવ કરી આવ્યા તે તો કહો ?' ત્યાં પહ્મદેવ ઘરેથી નીકળ્યા ત્યાંથી માંડીને અત્યારસુધીની બધી હકીકત કહે છે એ સાંભળવામાં જીવતા કપાઈ જવાની તૈયારી સુધીના ભયંકર કષ્ટની વિગત સાંભળતાં સાંભળતાં નોકર રડી પડ્યો ! કહે છે, ‘હાય ! હાય ! દુષ્ટોએ તમને આટલી બધી ભયંકર સ્થિતિએ પહોંચાડેલા?” પદ્રદેવ કહે -ભાઈ ! એ બિચારાનો શો વાંક ? વાંક અમારા તેવાં પૂર્વના અશુભ કર્મન; નહિતર મહા સુખમાં બેઠેલા અમારે એ ભયંકર સ્થિતિમાં શાનું મુકાવું પડે ? એ ચોર બિચારા થોડા જ અમને ઠેઠ ઘરમાંથી જ તાણી જવા આવેલા ? પરંતુ અમારા કર્મો જ અમને ભુલાવ્યા, તે સુખના મૃગજળમાં તણાયા પર છોડી જાતે જ નીકળી પડ્યા !' પદ્મદેવ વીતક-વર્ણનમાં પછી ઠેઠ અહીં તરંગવતીને છેલ્લે ભારે ભૂખનું સાંભળતાં તો નોકર ચમક્યો ! અને કહે છે, “અરરર ! બાપ રે ! તમે ભૂખ્યા જ પીડાઈ રહ્યા છો, એ તો હું જોવું જ ભૂલ્યો ! નાનાશેઠ ! માફ કરજો ભાઈ-સાહેબ ! પહેલું તો મેં તમને ભોજન પાણીનું જ પૂછ્યું નહિ ? જે સગવડ તો મારે પહેલી જ કરવી જોઈતી હતી, તે જ હું ભૂલ્યો? ચાલો ચાલો ઊઠો, તમને હમણાં જ ભોજન કરાવું.” એમ કહીને ગામના એક માન્ય સારા બ્રાહ્મણકુળમાં બંનેને લઈ ગયો; ત્યાં હાથ પગ ધોવરાવ્યા, અને રસોઈ તૈયાર કરાવી બંનેને નાસ્તો કરાવ્યો; એટલે બંનેને જીવમાં જીવ આવ્યો તે કુળનું બંનેએ અભિનંદન કર્યું, આભાર માન્યો. હજી આગળ એવા ભયવાળા પ્રદેશમાંથી પસાર થવાનું હતું. તેથી ફલ્માષહસ્તિએ પોતાના જાણીતા રક્ષક માણસોને ઊભા કર્યા, અને એ બધાની સાથે ત્યાંથી બંને નાવડા દ્વારા નદી ઊતર્યા... 26) - તરંગવતી