________________ અહીં સાધુએ એ બોધ ન આપ્યો કે “જોજે દર્શન કરજે, ખૂબ કરજે, પરંતુ જોજે દર્શનથી રોટલા ન ઇચ્છતો, નહિતર દુર્ગતિમાં રખડી પડીશ. ધર્મથી સંસારસુખ મળવાનું ન ઇચ્છાય, ન મંગાય. ધર્મથી તો મોક્ષ જ પામવાનું ઇચ્છાય, મોક્ષ જ મંગાય.” બસ, ભિખારી પછી દર્શનમાં લાગી ગયો, મંદિરો ઘણા હતા, એટલે જેટલા બને એટલા ભગવાનનાં એ દર્શન કર્યું જાય છે. જોજો અહીં એને મોક્ષનો આશય ન હતો, પરંતુ એટલી સમજ સાધુ પાસેથી મળી હતી કે આ જગતની અનુકૂળતાઓ પણ ધર્મ કરે એને મળે છે, માટે બીજા ફાંફાં મારવા કરતાં ધર્મ કરવો એમાં જ ડહાપણ છે. શ્રી ઉત્તરાધ્યયન-ટીકાશાસ્ત્રી પણ એજ કહે છે. લખ્યું છે.” અર્થ કામના અભિલાષીએ પણ સમજવું જોઈએ કે ધર્મ વિના સુખ મળે નહિ, માટે ધર્મમાં જ યત્ન કરવો ઉચિત છે.” પ્ર.- પણ એકલા સંસારસુખની દૃષ્ટિથી ધર્મ કરતા હશે તો જિંદગી સુધી એ સંસારસુખની જ દૃષ્ટિ રહેવાની, પછી એવાને મોક્ષની દૃષ્ટિ ક્યારે આવવાની? તેથી ઉપદેશ તો મોક્ષની દૃષ્ટિનો જ આપવો જોઈએ ને ? શ્રાવકના કેવા કેવા આચાર જોઈએ ? ઉ.- દષ્ટિ-લક્ષ્ય-ઉદ્દેશનો ઉપદેશ કોને ? ધર્મ કરે એમને ? કે હજી એવો ધર્મ જ નથી કરતા એમને ? જેના રોજના જીવનમાં શ્રાવકના આચારનાં ઠેકાણાં નથી, માત્ર પાંચ મિનિટનાં દર્શન યા દશ મિનિટની પૂજા છે, તે પણ મંદિરના ભગવાન, મંદિરનું કેસર, મંદિરની અગરબત્તીથી ! ગાંઠનું કાંઈ લાવવું નથી ! પૂજામાં પણ ભગવાનને નિયમિત પ્રક્ષાલ કરવો નથી, જાતે અંગભૂંછણાં કરવાં વગેરે કશું કરવું નથી, રેડીમેડ ભગવાન પર ટીલીઓ કરી લેવાની.'બસ આટલો મનમાન્યો રાબેતા મુજબનો પ્રભુપૂજાનો ધર્મ, બાકી દયા, દાન શીલ, તપ વગેરે ધર્મની ગરજ નથી; ઘરમાં જીવજયણાની કશી કાળજી નથી; ગેસના ચૂલાને સીધી દીવાસળી ચાંપે, તે ભલું હોય તો બર્નરમાં રાતવરાત છૂપાયેલા નાના વાંદા-કીડીઓ બળીને સાફ ! કપડાં, જો એમાં માંકણ વગેરે જીવ ચડેલા, સીધા ધોવામાં જતાં હોય, પાટલામાં માંકણ છૂપાયા હોય એના પર બેસી સીધું ગરમાગરમ પાણીમાં સ્નાન કરાતું હોય, તો આમાં ક્યાં જીવોની રક્ષાની કાળજી ? બે રાત રહેલા દહીં, વિદળ, વાશી પેંડા...વગેરે અભક્ષ્ય ખવાતા હોય. ટી.વી.-વીડિયોના બીભત્સ દશ્યો સસરો વહુ મા-દીકરો-દીકરી 2 56 - તરંગવતી