________________ ઊભાં થતે ! એમ અશુભનું અજબનું દેવું ચુકતે કરવામાં દમ નીકળી જતે.” ધર્મની બળવત્તા સમજનાર ધર્માત્માઓ એટલે જ ધર્મમય જીવન ધર્મપ્રધાન જીવન જીવે છે. એનાં રોજિંદા જીવનમાં પરમાત્મભક્તિ સાધુસેવા, જિનવાણીશ્રવણ, વ્રત, નિયમ, ત્યાગ-તપસ્યા, સામાયિક પ્રતિક્રમણ સ્વાધ્યાય, વગેરે ચાલુ જ રહે છે. 18. મોક્ષદૃષ્ટિ પહેલા ધર્મદષ્ટિની આવશ્યકતા શાસ્ત્રમાં બતાવ્યું છે કે રાજા નરસિંહ પૂર્વ ભવમાં ભિખારી હતો, નગરમાં બરાબર પૂરી ભીખ મળતી નહિ, તેથી કંટાળી બીજે ગામ જવા નીકળ્યો. એમાં એને સાધુ મળ્યા ! સાધુને હાથ જોડીને કહે છે, | બાપજી બહુ દુઃખી છું, ભૂખે મરું છું ભીખ માગતો ભટકવા છતાં મળતી નથી. કાંઈક એવું કરવાનું બતાવો જેથી એ કરું ને રોજ પેટપૂર ખાવાનું મળે. ભલે લુખ્ખો રોટલાનો ટૂકડો જ મળે, તોય ચાલશે. પણ આ ભૂખ સહન નથી થતી. ત્યારે સાધુ કહે છે, જો ભાઈ ! તે પૂર્વે ધર્મ નથી કર્યો એટલે અહીં દુઃખી છે. તું ધર્મ કર, તો સુખી થઈશ.....” અહીં ભિખારી સુખદુ:ખ શાને કહી રહ્યો છે ? શું સુખ મોક્ષનું ? અને દુઃખ ભવભ્રમણનું ? કે ભૂખનું દુઃખ અને રોટલાનું સુખ ? કહો ભૂખમરાનું દુઃખ અને રોટલાના સુખને દુઃખ-સુખ કહી રહ્યો છે. તો સાધુ જે જવાબ આપે છે કે ધર્મ કર, સુખી થઈશ એ પણ કઈ સમજથી આપી રહ્યા છે ? શું મોક્ષના સુખને અહીં સુખ સમજીને કહી રહ્યા છે? કે રોટલાના સુખને સુખ સમજીને ? જો ધર્મથી મોક્ષના જ સુખની વાત કરવી હોત, તો તો ફોડ પાડત કે “જોજે ધર્મ કરજે, પણ માત્ર મોક્ષના સુખ માટે જ કરજે, સંસારના રોટલાના સુખ માટે નહિ. સંસારના સુખ માટે પાપો ભલે કરાય, પરંતુ ધર્મ ન કરાય.” - સાધુએ આવું સ્પષ્ટીકરણ નથી કર્યું એ સૂચવે છે કે સંદર્ભ અનુસાર એમણે એજ કહ્યું તારે રોટલાનું સુખ જોઈએ છે ? તો સમજી રાખ કે, બીજા સુખની જેમ રોટલાનું સુખ પણ ધર્મથી જ મળશે. માટે ધર્મ કર.' જીવને પહેલો ઉપદેશ તો એની પાસે ધર્મની ભરચક પ્રવૃત્તિ કરાવવાનો જોઈએ. તેથી જ અહીં સાધુ મહારાજે તારો-સંસાર સુખનો આશય છે ? કે મોક્ષસુખનો આશય ? એવું કાંઈ પિંજણ ન કરતાં, “તું ધર્મ કર” એ જ વાત બતાવી. કર્મ ! તારી ગતિ ન્યારી 2 55