________________ સાથે બેસીને જોતા હોય; જીવનમાં નથી કોઈ ત્યાગના વ્રત નિયમ, નથી કાંઈ તપ, મોટી ચૌદશ જેવી તિથિઓ પણ લીલાં શાકભાજી ને રાત્રિભોજન ખુશખુશાલ કરતા રહેવું છે; હોટેલ પિક્સર, ટી.વી. વગેરે સૂઝે છે, પણ નથી કોઈ વ્યાખ્યાન-શ્રવણ, ન રાતે કુટુંબને બેસાડી ધર્મશાસ્ત્ર રાસ વાંચન, ન સામાયિક, ન પર્વ તિથિએ પણ પતિક્રમણ,......વગેરે વગેરે શ્રાવકના આચારનાં ઠેકાણાં નથી; આચારહીનને એવો જીવનમાં આચાર-ધર્મ લાવવાનો ઉપદેશ હોય ? કે આચાર-ધર્મના ઉદ્દેશનો ઉપદેશ જોઈએ ? શાસ્ત્રોના ભરચક ઉપદેશ ધર્મદષ્ટિ જગાવવા અર્થે ? કે મોક્ષદૃષ્ટિ જગાવવા અર્થે ? નહિ જેવા દર્શન પૂજા કરતો હોય એને જ કહીએ કે તું ધર્મ મોક્ષ માટે નથી કરતો ? તને સુખ ભૂંડું નથી લાગતું? સંસારસુખ ગમે છે ? જા, તારા ભાવ મેલા છે. મેલા ભાવથી ધર્મ કરીશ તો દુર્ગતિનાં પાપ બાંધીશ. માટે પહેલાં દૃષ્ટિ સુધાર, આવું કહીએ તો એ શું એને ધર્મમાં જોમ લાવે ? ઉત્સાહ વધારે ? કે ધર્મમાં નિરુત્સાહ કરે ? હજી એને ઢગલાબંધ સંસારનાં કામ કરતાં આવડે છે, કરવા ગમે છે, ને કરવા મથે છે, પણ શ્રાવકપણાના ધર્મ-આચાર જાણવા-પાળવાની કશી ગરજ નથી, તમન્ના, નથી, એનામાં આપણે મોક્ષની દૃષ્ટિ જગાડી આપવાની હોય ? કે ધર્મની દૃષ્ટિ જગાડવાની હોય ? શાસ્ત્રો જઓ તો દેખાશે કે જીવોમાં ધર્મદષ્ટિ જગાવવાને વધારવા માટે, ને એમને પાપપ્રવૃત્તિમાંથી બહાર કાઢી ધર્મપ્રવૃત્તિમાં જોડવા માટે થોકબંધ ઉપદેશો એમાં લખાયેલા પડ્યા છે. આજના જીવોમાં તો જીવનમાં પહેલી ધર્મની દૃષ્ટિ જગાવાય, અને એ માટે એને સમજાવાય કે “મહાનુભાવો ! આ આર્ય માનવનો ઉત્તમ જનમ સંસારના પાપોમાં રાચ્યા માચ્યા રહેવા માટે નથી, પરંતુ ધર્મસાધના કરવા માટે છે. આ ઉત્તમ જનમ માત્ર જનાવરની જેમ આહાર-વિષય-પરિગ્રહ અને આરંભ સમારંભો તથા 18 પાપસ્થાનક સેવવા માટે નથી, પરંતુ ત્યાગ તપસ્યા, જિનભક્તિ સાધુસેવા, જીવદયા, દાન-શીલ વગેરે ધર્મસાધના કરતા રહેવા માટે છે.” આમ એમને માનવજનમનો ઉદ્દેશ ધર્મ સાધના બતાવાય, માનવ જનમની દૃષ્ટિ ધર્મસાધના પર ખેંચાય, તો એમના જીવનમાં ભરચક ધર્મસાધના આવે. એમને તો કહેવાય કે “જા ધર્મ નહિ કરો, ને મોહમાયામાં જ રમતા રહેશો તો જે જીવન જીવતાં છે, એ અંતે કર્મ ! તારી ગતિ ન્યારી 2 57