________________ બંને ઘરેથી ભાગ્યા પછી ઘરે શું બનેલ જાણો છો ? નાના શેઠ ! શું કહું તમને ? મોટા શેઠને ત્યાંથી તરંગવતીબેન અદશ્ય થતાં કન્યા ક્યાં ગઈ ? ક્યાં ગઈ ? એમ બધે શોધાશોધ ચાલી ! એટલે લોકમાં વાત ઊડી કે નગરશેઠની કન્યા ભાગી ગઈ ! શેઠે દાસીને બોલાવી પૂછ્યું તું કાંઈ જાણે છે ? ત્યારે દાસીએ જોયું કે વાત તો ખાનગી રાખવાની હતી, પરંતુ હવે જો બનેલ હકીકત નહિ કહું તો આ લોકો બિચારાં કુટાઈ મરશે ! તેથી એણે શેઠને ઠેઠ પદ્મસરોવરમાં તરંગવતીને થયેલ જાતિસ્મરણથી માંડીને બધી વાત કરી કે દાસીનો હેવાલ : “બેન જાતિસ્મરણથી મૂચ્છિત થયેલ, પછી ભાનમાં આવતાં રોવા બેઠેલી, એને મેં આશ્વાસન આપ્યું, તેથી પૂર્વનો પ્રિયને શોધવો એણે પૂર્વ ભવનો ચિત્રપટ્ટ તૈયાર કરેલ. એ બજારમાં મુકાવેલ, તે એ જોતાં શું શું થયેલ તેમાં એણે પદ્મદેવને થયેલ જાતિસ્મરણ, ચિત્રપટ્ટ પરથી તરંગવતીની મેળવેલી હકીકત, પોતાના પિતા પાસે કરાવેલી એની માગણી, શેઠ દ્વારા કરાયેલ ઇન્કાર, એથી એક બાજુ પાદેવની આત્મઘાતની તૈયારી, બીજી બાજુ તરંગવતીની આત્મહત્યાની તૈયારી, એમાં દાસીએ એને સમજાવી ત્યારે એ રાતના ઊપડી પાદેવને ત્યાં તેથી એય જીવતી બચી. ને પદ્મદેવ પણ બચી ગયેલ ! બંનેએ ત્યાંથી કરેલું ખાનગી પ્રયાણ વગેરે હકીકત દાસીએ શેઠને કહી બતાવી... આમ કહીને નોકર કહે છે, “શેઠને ખેદનો પાર ન રહ્યો ! પસ્તાવો કરે છે,- “અરેરેરે ! આ મને કશી ખબર નહિ. પદ્મદેવના પિતા સાર્થવાહ ધનદેવ તો સામે પગલે ચાલીને મારે ત્યાં આવેલા; છતાં હાય ! એમના દીકરા વેરે મારી કન્યા આપવાનો મેં નન્નો ભણવાની કેવીક મુર્ખાઈ કરી ? શેઠને પોતાની આ ભૂલ બહુ ગંભીર તો એટલા માટે લાગી કે તરંગવતી પદ્મદેવને પૂર્વ ભવનો કેવોક પ્રેમ ! જેમાં પોતાની દીકરી તરંગવતી તે ચક્રવાકી, એ પારધીના બાણે મરાયેલા પોતાના પ્રિય ચક્રવાકની ભડભડતી આગની સળગતી મૃત્યુચિતામાં જીવતી ઝંપલાવી દે? આવો પ્રેમ પૂર્વે ધરનારીએ, અહીં આ ભવમાં એ જ પ્રિય પદ્મદેવને પતિ તરીકે ન મળે. તો બીજો પતિ ન કરતાં, એની ચારિત્ર માર્ગે જવાની તૈયારી, એ કેવોક પ્રેમ ! એને મેળવવા શ્રીમંત કુટુંબમાં જન્મેલી અને લાડકી છતાં 108 આંબેલની ઉગ્ર તપસ્યા ! અને ચિત્રપટ્ટથી પ્રિય પમદેવની ભાળ મળી તો એ હવે પતિ તરીકે ન મળે તો આપઘાતની તૈયારી !! આ બધી વસ્તુઓ શેઠના દિલને હચમચાવી નાખ્યું. દિલમાં પશ્ચાત્તાપની આગ સળગી ઊઠી ! તે એકદમ ઊઠીને ગયા ધનદેવ સાર્થવાહની હવેલીએ.” 2 5) - તરંગવતી