________________ આવેલ નોકર કુલ્માષહસ્તિ શું બન્યું તે કહેતો આગળ ચલાવે છે કે ત્યાં પણ પદ્મદેવ ગુમ છે, એને કાળો કકળાટ ચાલતો જોયો, તેથી ઋષભસેન શેઠનું દિલ ઓર વલોવાઈ ગયું ! તે સીધા ધનદેવ શેઠને હાથ જોડી ક્ષમા માગે છે, ને રોતાં રોતાં કહે છે શેઠ માફ કરજો ભાઈસાબ ! તે કાળે મેં તમને કન્યા આપવાની ના પાડી ! અને એમાં જે મેં તમને કડવાં વેણ કહ્યા એની ક્ષમા માગું છું, હવે તો હું સામે ચડીને તમારા પુત્રરત્નને જમાઈ તરીકે માગું છું, કેમકે આ તમારા પુત્ર ને મારી કન્યા, બંનેયના રોમાંચક પ્રસંગો છે. બંનેને પૂર્વ જન્મ ચક્રવાક ચક્રવાતી તરીકે પ્રિય-પ્રિયા હતા.' એમ કહી શેઠે દાસીએ કહેલ આખો અહેવાલ ધનદેવ સાર્થવાહને સંભળાવ્યો. અજ્ઞાનતાવશ મેં કેવી ગંભીર ભૂલ કરી કે એટલા કરુણ પ્રસંગોમાંથી પસાર થયેલા બંનેનો સંબંધ ન થવા દીધો !! ધિક્કાર પડે મારી અજ્ઞાનતાને ! મારા અભિમાનને ! હાય હાય ! અત્યારે એ બંને બિચારા એકલાઅટૂલા ને સાધન-સામગ્રી વિનાના કોઈ અજાણ્યા સ્થળે કેવા દુ:ખમાં હશે ? એમ બોલતા બોલતા ઋષભસેન શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, ને બધું સાંભળતાં ધનદેવ સાર્થવાહ પણ રડી પડ્યા. આજુબાજુ બેઠેલા બધા ય કરુણ રુદન કરવા લાગ્યા. “નાના શેઠ ! તમારા બંનેનું એકલું કુટુંબ જ નહિ, પણ ત્યાં ભેગું થઈ ગયેલું ગામ આખું રડી રહ્યું ! એમાં ય તમારી માતા તમારા વિયોગ પર જે છાતી ફાટ રૂદન કરવા લાગ્યા. એ જોઈને તો ત્યાં ભેગા થઈ ગયેલ ગામલોકોમાં એક માણસ એવો નહિ હોય કે જે રોયો ન હોય. એમાંય ખરેખર ! માતા જાતે ધ્રુસકે રોતી હતી, ને બીજાઓને રોવરાવતી હતી !" આ સાંભળતાં તરંગવતી-પમદેવનું પણ હૃદય ભરાઈ આવ્યું. એમની ય આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એમને એમ લાગ્યું કે આપણે કેવુંક સાહસ કરી નાખ્યું કે “આ બધાઓને કરુણ કલ્પાંતના આપણે આંધણ મૂકી આવ્યા !" માણસ સહેજમાં સાહસ કરી નાખે છે, પણ તેનું વિકટ પરિણામ આવતાં હૃદયને ભારે બળાપો ઊભો થાય છે ! સંસારનું સ્વરૂપ આ પરથી વિચારવા જેવું છે. કોઈના જીવનમાં બનેલા કરુણ પ્રસંગ બીજાઓ પર પણ કેવીક હૃદયભેદી અસર કરે છે, એ જોતાં માણસને નાશવંત સુખસંપત્તિના શા અભિમાન કરવા જેવા ? કે શા કાયમી આનંદ મળી ગયાના ભ્રમ સેવવા જેવા હતા ? આવું નાશવંત યા પરિવર્તનશીલ થોડુંક સુખ મળ્યામાં શા હરખપદુડા થવા જેવું છે ? બીજું આમાં એ જોવા જેવું છે કે કેટલીક બાબતોમાં ગર્ભિત મોટા રહસ્ય કર્મ ! તારી ગતિ ન્યારી 2 51