________________ શકે એમ છે, પરંતુ ધર્મપ્રાપ્તિ થઈ એટલે રાજાના મનમાંથી એ તુચ્છ આનંદના ફુરચા ઉડી ગયા ! એ ભોગસાધનો તણખલા તુલ્ય દેખાય છે. અરે ! ખાવા ધાતા હોય એવા દેખાય છે ! હવે તો વિલાસના રંગ છોડી સામાયિક-પ્રતિક્રમણપોષધ અને જિનભક્તિમાં અભુત અનેરા આનંદની મસ્તી માણે છે. રાણીએ આ પતિને ધર્મનું પૂંછડું બનેલો માનીને પોતાના રંગરાગ માટે નકામો ગણી લીધો, અને અમુક પૌષધના પારણે એને ખોરાકમાં કાતિલ ઝેર આપી દીધું ! ઝેરથી તરત મોત આવતું જોઈ, શ્રાવક રાજા પ્રદેશી સાવધાન થઈ જાય છે. નવકાર સ્મરણ ચાર શરણ, દુષ્કતગહ અને સુકૃત અનુમોદના સાથે સર્વ જીવ ક્ષમાપના કરી લીધી ! રાણી પર વિશેષ દયાભાવ ચિંતવ્યો અને સમાધિ મૃત્યુ વધાવી લીધું ! તો શું બગડ્યું ! મરીને એ પહેલા દેવલોકમાં સમૃદ્ધિવંતા સૂર્યાભ દેવલોકમાં એના માલિક તરીકે જન્મ્યો ! તમે જૈનધર્મ પામ્યા છો ને ? તમને આ કશો અનુભવ થાય છે ? દુન્યવી રંગરાગ ભોગવિલાસ અને એનાં ભરપુર સાધન સરંજામમાંથી આનંદ સાવ ઊડી ગયાનો અનુભવ થાય ? દેવદર્શન-પૂજા, વ્રત-નિયમ, સામાયિકપ્રતિક્રમણ-પોષધમાં પારાવાર આનંદનો અનુભવ થાય ? હૈયે એનાં આનંદના પૂર ઉછળે ? પ્રદેશી મોટો રાજા અને વર્ષોનો નાસ્તિક એ જૈનધર્મ પામીને આટલો બધો પલટાઈ જઈ શકે ? ને ધર્મસાધનામાં પરમ આનંદ અનુભવે ? ને દુન્યવી રાજાશાહી સુખસાધનોમાં આ સરંજામ જાણે મને ખાવા ધાય છે !" એવો અનુભવ કરે ? ત્યારે તમે જનમથી જૈનધર્મી કેટલીય હજારોવાર દેવ-ગુરુના પડખા સેવનારા, તમને ધર્મપ્રાપ્તિના આનંદનો એવો અનુભવ નહિ ? આનંદ, કામદેવ વગેરે મહાવીર પ્રભુનાં ચુનંદા શ્રાવકોને પણ પ્રભુ પાસેથી ધર્મ મળ્યા પછી એના એવા જ દિવ્ય આનંદ મનમાં ઊછળવા લાગ્યા કે એની સામે કોડોની સંપત્તિ વગેરેમાંથી આનંદના ફુરચા ઊડ્યા ! પાદેવ-તરંગવતીને કુલ્માષહસ્તિ વિગત આપે છે : તરંગવતી પદ્મદેવને પરદેશમાં અજાણ્યા ગામમાં જયાં કશી આશા નહિ ત્યાં ઘરનો જ નોકર શોધતો આવી મળ્યો ! એટલે કેવો પારાવાર આનંદ છે એ પરથી સમજી શકાય. પહ્મદેવે જયાં પિતાજી માતાજી વગેરેના કુશળ સમાચાર પૂછડ્યા, અને તું અહીં ક્યાંથી ? એમ પૂછવું એટલે એ કુલ્માષહસ્તિ નામનો નોકર પદ્મદેવનો ડાબો હાથ પોતાના જમણા હાથમાં લઈને કહે છે,- “તમો કર્મ ! તારી ગતિ ન્યારી 249