________________ છે ! એમાં પહેલાં મહેલ નજીક આવતાં ઊંચે ગવાક્ષમાં રાહ જોઈને ઊભેલી પ્રાણપ્યારી સૂર્યકાન્તા રાણીનું મોં જોતાં જોતાં આવતા, તે હવે જોવાનું માંડી વાળ્યું ! મહેલમાં પહોંચીને ય હર્ષ-હાસ્યપૂર્વક રાણી સાથે પ્રેમાલાપ ને મોહના ટાયલાં કરતા હશે, તેય બંધ થઈ ગયું ! ગંભીર ચહેરે આવી એવા પ્રેમાલાપ વગેરે કશું જ નથી કરતાં. રાણી પૂછે, કેમ આજે કાંઈ દિલગીરી ?" તો રાજા કહે છે. ના, કશી જ દિલગીરી નથી.' ‘તો કેમ આજે પ્રેમના બોલ પ્રેમના વહાલ નહિ ?" પ્રદેશી રાજાની વૈરાગ્યવાણી : રાજા કહે આજે અદ્ભુત તત્ત્વજ્ઞાન મળ્યું ! તેથી લાગે છે કે આપણો તે કાંઈ આ કૂતરા-ગધેડા જેવો બદતર જનાવરનો અવતાર છે ? આપણે તો ઉચ્ચ કોટીનો માનવ અવતાર પામ્યા છીએ. એટલે એવા જનાવર જેવા મોહની ચેષ્ટાઓ મોહના ખેલ આપણને શોભતા નથી. મોહાંધ રાણીની દુષ્ટતા : રાણી સમજી ગઈ કે “આજે રાજા પલટાઈ ગયા છે, તેથી હવે મારી સાથે પ્રેમના આલાપ અને કામરસના વર્તાવ કરે નહિ તેથી મારે માટે આ પતિ નકામો થઈ ગયો. તેથી એનો હવે નિકાલ કરી નાખવો જોઈએ, નહિતર એ હયાત છતે એના સિપાઈ રક્ષકો મહેલમાં બીજા કોઈને આવવા જ દે નહિ, પછી મારે મોહની ક્રીડા વિના સુખ શું ?' રાણીની રાજાનો નાશ કરવાની, દુષ્ટ મનોભાવના રાજાનું ગંભીર અને ધર્મમય જીવન દેખીને, વધતી ચાલી. આ પરથી વિચારવા જેવું છે કે પ્રદેશી રાજાએ પૂર્વે નાસ્તિકપણે રાણી સાથે કેવાક શૃંગારી વિષય વિલાસના આનંદ માણ્યા હશે ? છતાં ધર્મ પામ્યા પછી હવે સમ્યગ્દર્શનનો અને ગંભીર ધર્મમય જીવનનો આનંદ જે અનુભવે છે, એ પેલા વિષયાનંદ કરતાં કોઈ ગુણો ઊંચો છે, એટલે જ એની આગળ વિષયના આનંદ લૂંટવા એને માત્ર સાવ ફિસ્સા જ નહિ, પણ નર્યું પાગલનું ગાંડપણ લાગે છે. પ્રદેશી રાજાનું શું બગડી ગયું છે તે એકાએક મન પરથી મોહમાયાને ઉઠાડી મૂકે ? કશું જ બગડ્યું નથી. પ્રાણથી અધિક પ્યારી રૂપસુંદરી સૂર્યકાન્તા રાણી ચોવીસે કલાક રાજાને વધાવી લેવા જીવંત ઊભી છે, રાજય ઊભું છે. મહેલાતો છે, ખજાના છે, નોકરો, સેના, અમલદારો વગેરેનો આજ્ઞાંકિત પરિવાર ઊભો છે; એ બધામાં મનમાન્યા ભોગવિલાસ વિષયવિલાસના આનંદ લૂંટી - તરંગવતી 248