________________ સુખ જાય, કેમકે દિવસના મંત્રીપણાની ખટપટ બજાવવી પડે. પરંતુ હું એટલું આ જ શું કામ જોઉં છું ? મોક્ષમાં કોઈ સાપેક્ષભાવ નથી તો ત્યાં અનંત સુખ છે. પરંતુ તે ક્યારે મળે ? જો સંસારના તુચ્છ સુખ લેતો બેસી રહું તો એ મોક્ષના અનંત સુખ ન મળે ત્યારે, જો કોશાના ચોવીસે કલાકના સુખ ખાતર મંત્રીપણું ન જોઈએ કરું છું તો પછી એથી આગળ મોક્ષના અનંત સુખ ખાતર મારે સંસારના સુખ પણ ન જોઈએ. મારે તો હવે મોક્ષના સાધનભૂત ચારિત્ર જ જોઈએ. એમ કરી તરત ત્યાં ને ત્યાં મનથી ચારિત્ર લઈ સાધુવેશ કરી દીધો. સંસારમાં ગમે તેવા મોટા દેવતાઈ પણ સુખ હોય, એ સાપેક્ષભાવ પર જીવે છે. તેથી જ એના પર બુદ્ધિશાળી જીવને વૈરાગ્ય થાય છે. તરંગવતી-પપ્રદેવ સંસારની આવી સાપેક્ષભાવની સુખ-દુઃખની ઘટનાઓમાંથી પસાર થતા થતા આટલે સુધી આવ્યા છે કે ઘરેથી લાખોનું ઝવેરાત લઈને નીકળેલા છતાં અત્યારે એમની પાસે એ કશું નથી. ને એક ગામડામાં ભેગા થયેલા શું ખાવું? એની મુંઝવણમાં છે. છે ને સંસાર ? તરંગવતી કહે, આર્યપુત્ર ! ભૂખ ખૂબ લાગી છે, કંઈક ભોજનનું શોધો... કેવી વિષમતા? કરોડપતિની કન્યાને ખાવાનું નથી મળતું ! ત્યારે પાદેવ કહે ચોરોએ બધું લૂંટી લીધું હવે સાવ નિર્ધન થઈ ગયેલા આપણે કોઈના ઘરમાં ઓળખ-પારખ વિના શી રીતે પેસી શકીએ ? અત્યારે ભારે સંકટથી પીડાતા છતાં પણ આપણે ઉત્તમ ફળની ખાનદાનીને વહન કરતા હોવાથી, બીજાની આગળ કેવી રીતે કરગરતા ભીખ માંગી શકીએ કે “અમને ખાવાનું આપો? ખાનદાન માણસ માટે તો, બીજાની આગળ ગરીબડા થઈને દીનતા કરવી એમાં તો હલકાઈ છે, ને એ અપમાનનું મૂળ છે. કેમકે સામાને ખાવાનું આપવાનું મન ન હોય, અને આપણે ગરીબડા સત્વહીન થઈને માગીએ તો સંભવ છે કે એ આપણા પર ચડી બેસે ! ને ગમે તેવા ચાલ હટ અહીંથી ભિખારડા ? કેમ અહીં માગવા આવ્યો ?'...વગેરે અપમાન ન થવું, ને ન કરગરવું, એ જ ડહાપણભર્યું છે. બાકી તારી ખાતર હું બધું જ કરવા તૈયાર છું. તારી ખાતર મારે કશું નહિ કરવા જેવું છે નહિ. બધું જ કર્તવ્ય છે, તારી ખાતર જે જે કરવું પડશે તે તે કરીશ; પણ હમણાં જરાક ખમી જા, અહીં આપણે આ પાસે દેવળ છે કર્મ ! તારી ગતિ ન્યારી 2 ૪પ,