________________ નજીકમાં ગોકુળ હોવું જોઈએ તો હું જઈને તપાસ કરું.” ' કહ્યું મને એકલીને મૂકીને ક્યાં જાઓ ? આ તો જંગલ છે આપણે બંને સાથે જ ધીમે ધીમે જઈએ. એમ કરીને અમે ધીમે ધીમે ચાલ્યા. ત્યાં આગળ એક ગોવાળ મળ્યો. એ પૂછે છે તમે અહીં ક્યાંથી આવી ચડ્યા ? આર્યપુત્ર કહે “દોસ્ત ! અમે રસ્તો ભૂલ્યા છીએ. આ કયો દેશ છે ? અને અહીં નજીકમાં કયું ગામ છે ? ગોવાળ કહે,- અહીં ખાયક નામનું ગામ છે. એમ કહી એણે ગામનો રસ્તો બતાવ્યો. ત્યાં અમે પાણી પીધું. ત્યાં ગામડીયન સ્ત્રીઓ અમને જુએ છે અને વિસ્મય પામે છે કે આવા સારા માણસો અહીં ? મારા મનને સંતોષ થયો કે પત્યું ગામ આવ્યું ! ક્યાં અટવીનો ભય ભરેલો રસ્તો ? અને ક્યાં નિર્ભય ગામ આવ્યું ! આના સંતોષમાં ભૂખને નહીં ગણતી ચાલી રહી છું, પરંતુ ભૂખ કાંઈ થોડી જ કોઈની સગી થાય છે ? ગામ મળ્યાના આનંદમાં ક્ષણભર ભૂખ ભલે ભુલાઈ ગઈ, પરંતુ ચાલતાં ચાલતાં પાછી ભૂખ ઉત્તેજિત થઈ ગઈ. એટલે મેં પ્રિયતમને કહ્યું હવે ભૂખ ભારે પીડે છે, તેથી ચાલો કોઈ જગ્યાએથી ભોજન મળે તો તપાસ કરીએ.” સંસારના સુખ-દુઃખ આવા અસ્થિર અને અનિશ્ચિત છે. જંગલમાં ભૂખ તરસનું દુઃખ તો હતું જ, પરંતુ ત્યાં રોકાવામાં ભય હતો, તેથી એ ભયના દુ:ખમાં ભૂખ તરસનું દુ:ખ ગૌણ થઈ ગયું, ભુલાઈ ગયું. મહાત્માઓને ત્યાગ તપશ્ચર્યા કરતાં કરતાં દુઃખ કેમ નથી લાગતું ? કહો, એમને ખાનપાન મોજ ઊડાવવામાં સંસારમાં અનંત દુઃખોમાં અટકી પડવાનો મોટો ભય હોય છે, એટલે જ એ ભયના માર્યા ત્યાગ-તપનાં ભૂખ-તરસ અને અશક્તિના દુઃખને ગણકારતા નથી. સ્થૂલભદ્રજીએ મંત્રીમુદ્રિકા કેમ ન સ્વીકારી લીધી ? : સ્થૂલભદ્રજીએ સહેજ વાતમાં શી રીતે દીક્ષા લઈ લીધી ? રાજા કહે, લો આ તમારા પિતાજીની મંત્રીમુદ્રિકા, હવે તમે એ પહેરી લો, અને આજથી તમે મહામંત્રી. ત્યારે સ્થૂલભદ્ર સહેજ વિચાર કરીને મંત્રીપણું ય નહિ, ને કોશાવેશ્યા ય નહિ, અરે ! આખો સંસાર પણ નહિ જોઈએ, એમ કરી ચારિત્ર લઈ લીધું ! તે આ સમજીને કે સંસારના સુખ સાપેક્ષવાદના ઘરના છે. જોયું જો હું મંત્રીમુદ્રિકાના મોટા હોદ્દા સન્માનનાં સુખ લઉં, તો કોશાના ચોવીસે કલાકના - તરંગવતી 244