________________ એમાં જઈ જરા બેસીએ, અને ત્યાં જુવાનિયા વાર્તા વિનોદ કરે છે તે સાંભળીએ, તેથી તારું મન જરાક એમાં લાગવાથી મનને ભૂખની પીડા ઓછી લાગશે. ભૂખ વેઠી લેવાનું તરંગવતી કેમ સમજી ગઈ ? : તરંગવતીને ભૂખની પીડા બહુ છે, ને પધદેવ ભીખ માગવા જવાની ના પાડે છે, પરંતુ એ ના પાડવા પાછળ એણે જે ઉત્તમ કુળવતની રીતિનીતિ બતાવી, એ તરંગવતીના ગળે ઊતરી જાય છે. એ સમજે છે કે ગરીબડા થઈને દીનહીન વચનથી ભીખ માગવાનું કરવા જતાં, જગતમાં બધા માણસો સરખા નથી હોતા, એમાં શુદ્ર પ્રકૃતિના માણસો ય હોય; ને જો હલકા તિરસ્કારભર્યા અપશબ્દ બોલી કાઢે, તો એ સાંભળતાં તો ખાનદાન માણસને ભૂખનું દુઃખ નાનું; જે એ દુઃખ તો ગાળ સાંભળતા પણ પાછું ઊભું તો છે જ. એમાં વળી ગરીબડા થઈ કરગરીને ભીખ માંગતા કાંઈ વળતું તો છે નહિ, તો પછી અસભ્ય શબ્દો સાંભળવાના આવી પડે, એ મહાદુઃખ શા માટે ઊભું કરવું? એના કરતાં ભીખ ન માગવી સારી. આ તો ઠીક છે કે ગામ આવી લાગ્યું એટલે માગવાનું મન થાય; બાકી જંગલ જ લાંબુ નીકળ્યું હોત તો ત્યાં ક્યાં માગવાની વાત જ હતી ? તો ત્યાં ભૂખનું દુ:ખ સહન કરી જ લેવાનું હતું ને ? માટે હમણાં એમ સમજી લે કે હજી જંગલના પ્રવાસમાં છીએ, તો શા માટે અપમાન-પરાભવ-તિરસ્કાર પામવાનો પ્રસંગ જ ઊભો કરવો ? તરંગવતીએ મન વાળી લીધું. એને પદ્મદેવની વાત વાજબી લાગી; ખાનદાન માણસ ગમે તેવા સંકટમાં પણ એવો ગરીબડો ન થાય કે જેથી સામાં કોઈ તુચ્છ માણસ માથા પર ચડી બેસે. તરંગવતી ભૂખનું દુ:ખ ભૂલી ગઈ. દુઃખ શેમાં ? ભૂખમાં? રોગમાં? નિર્ધન થઈ જવામાં ? ના, કશામાં નહિ, પણ દુઃખ પોતાની અસત્ અપેક્ષામાં. અપેક્ષા છોડી દઈએ તો દુઃખ ગયું. તરંગવતીને ભૂખની પીડા હતી, પરંતુ પદ્મદેવે જયાં સમજાવ્યું કે “હજી આપણે જંગલમાં જ ચાલતા હોત તો ભૂખ સહન કરી જ લેવી પડત ને ? એટલે તેવા તેવા સંયોગોમાં આપણે કષ્ટ ક્યાં નથી વેઠી લેતા ? નથી ચલાવી લેતા ? તો અહીં પણ અપમાન તિરસ્કારના મહાકષ્ટ રોકવા માટે ગામનો સંયોગ છતાં ભીખ માગ્યા વિના ચલાવી લેવાનું.' 246 - તરંગવતી