________________ ઘંટા; જે સાંભળીને જીવ નજીકમાં સંસારમાંથી છૂટીને પલાયન થઈ જવાનો.” એ વખતનો આનંદ અનહદ હોય છે. પહેલ વહેલું સમ્યકત્વ પામે ત્યારે જીવને જાણે ઘંટ વાગ્યો તેથી અપૂર્વ આનંદ થાય છે, “અપૂર્વ એટલે પૂર્વે કદી નહીં અનુભવેલ. પછી તો મરણથી ઊગરી જવાના અને કેદખાનામાંથી બહાર નીકળી જવાના આનંદમાં ભૂખ્યા ભૂખ્યા દિવસ પસાર કર્યો એમાં કશું કષ્ટ લાગ્યું નહીં. ચોર બંનેને લઈ ચાલે છે : દિવસ આથમી ગયો. રાત્રિ આવી. ચંદ્રમાં ઊગેલો જ હતો, અને ચોર અમારી પાસે આવીને કહે છે, ચાલો જલદી ઊઠો, હમણાં અહીંના બધા ભોજન કરવામાં પડ્યા છે, એટલે આપણે જલદી નીકળી જઈએ. જરાય ગભરાશો નહિ. હું તમને એવા રસ્તે બહાર લઈશ કે જયાં કોઈને ય ખબર ન પડે. એમ કરીને એ નીકળ્યા, અને એક નાની ઝુંપડીમાંથી પાછલા દરવાજેથી જંગલ સાવ ઉજ્જડ જેવું હતું જેમાં કોઈ રસ્તાની ખબર જ ન પડે; પરંતુ ચોરને એ જંગલ પૂર્વનું પરિચિત જંગલ હતું એટલે નિશ્ચિત હૃદયે ચાલતો. રખેને કોઈ ત્યાં હાજર હોય ને એમને જોઈ જાય તો ? તેથી ચોર એવા નિર્જન રસ્તે જ ચાલતો, આગળ જુએ, પાછળ જુએ, બાજુમાં જુએ, એમ આડો અવળો જોતો જોતો ચાલતો અમને લઈ જાય છે. પકડીને ચાલુ રસ્તો છોડીને ચાલે છે. અમને કહે છે કે જુઓ આપણે પેલા રસ્તે ચાલતા તો ત્યાં રસ્તો થોડો ટૂંકો, પણ વાધ વરુ વગેરેનો મોટો ભય હતો, અને તેમાં તો મોત જ થઈ જાય, છતાં આ રસ્તે ભય નથી તો પણ મારી પાસે તીર કામઠું વગેરે શસ્ત્રો હોવાથી તમે જરાય ગભરાતા નહીં. અલબત વાંકું ટેટું ચાલવું પડશે, વાટ પણ કંઈક લાંબી થશે. છતાં શિકારી પશુનો ભય લગભગ નહિ નડે.” બંનેને તો ચોરોની પલ્લીમાંથી છૂટવાનો એટલો બધો આનંદ હતો કે આખી રાત ચાલવું પડે એની ચિંતા નહોતી એનો કંટાળો નહોતો. સુકોમળ તરંગવતી આટલું બધું ચાલી શકે ? હા, કારણ કે નજર સામે પેલી પલ્લીમાં દેવીના ભોગ આપવા તરીકે કરપીણ રીતે કપાઈ મરવાની ક્રૂર મોતની પીડામાંથી ઊગરવાનું મળે છે, એ આનંદ સુકોમળ પણ શરીરને લાંબુ ચલાવાનું બળ આપે છે. 240 - તરંગવતી