________________ ચોરના પૂર્વના નિર્દયતાભર્યા તોછડા શબ્દ ક્યાં? અને આ લાગણીભરી મુલાયમ ભાષા ક્યાં ? અમે પચ્ચકખાણ પારી લઈ માત્ર પાણી પી લીધું. ચોર કહે પણ થોડું ખાઈ લો કેમકે આપણે દૂર જવાનું છે. એટલું ચાલવા શક્તિ જોઈશે. અમે કહ્યું ચાલવામાં વાંધો નહિ આવે. બાકી આ માંસભોજનનું ભક્ષણ અમારે માટે અનુચિત છે, વજર્ય છે.” ઘોર જંગલના રસ્તે કેમ ? ચોર કહે તો જેવી તમારી મરજી, પણ અહીં દિવસ પસાર કરવો પડશે. એટલો કાળ અહીં બેઠા રહો, પછી જયારે બીજાઓ જમવામાં પડ્યા હશે ત્યારે આપણે અહીંથી બીજી બાજુની ચોરી બારીમાંથી ભાગીશું. અને આપણે મુખ્ય કેડી માર્ગ છોડીને સરિયામ જંગલના રસ્તે ચાલવું પડશે; જેથી પાછળથી કદાચ સેનાપતિને ખબર પડે અને એના માણસોને તપાસ કરવા છોડે, તો પણ આપણો પત્તો જ ન લાગે. આ મારો મુખ્ય આશય છે, એટલે જ એવા નિર્જન જંગલના આડા માર્ગે મારી સાથે એકલા અટૂલા ચાલતાં કશી શંકા કરશો નહિ. માત્ર ક્ષેમકુશળ તમને આ દુષ્ટોના સકંજામાંથી છોડાવી દેવા એ જ મારો નિર્ધાર છે. ચોરના વચનથી અમને ભારે રાહત મળી. આમ તો હજી આ પલ્લીમાંથી સુખરૂપ બહાર ન નીકળી જઈએ ત્યાં સુધી મોતનો ભય અમને ભારે કંપાવી રહ્યો હતો. પરંતુ મનને મોટી આશા રહી કે “જ્યારે અમારે એવું પુણ્ય જાગ્યું છે કે નિર્દય ચોરમાં પલટો આવી જાય, અને એજ પોતાની જાતના ભોગે અમને બચાવી લેવાનું કરે, તો પછી એજ પુણ્ય આપણને મોતથી કેમ નહિ બચાવી લે ? અરિહંતને ભજી લેવાનો જ આ મળેલો જનમ એમ અકાળે શાનો ઝુંટવાઈ જાય ? અમારે વાત અતિ ગુપ્ત રાખવાની હોઈ બહાર આનંદ દેખાડવાનો નહોતો, પણ અંદરખાને અમને છૂટવાનો આનંદનો પાર ન હતો.! યોગ દર્શનવાળા કહે છે, “જીવને જયારે પોતાના આત્માનું ભાન થાય છે અને એમાં સંસારમાંથી છુટકારો કરાવનાર તત્ત્વજ્ઞાન મળે છે, ત્યારે એને અપૂર્વ આનંદ થાય છે; કેમકે એ સમજે છે કે “આ અંતરમાં તત્ત્વપ્રકાશ એ વિકેદમાંથી પલાયન થવાની કાળઘંટા છે. એ જીવને વિશ્વાસ આપે છે કે હવે તમારે બહુ ભવમાં ભટકવાનું નહિ. કાળઘંટા સમજો છો ને ? “કાળઘંટા એટલે કાળ પાડ્યો છે એને સૂચવતી કર્મ ! તારી ગતિ ન્યારી 239