________________ ચોર આવીને પદ્મદેવનું બંધન ઢીલું કરે છે, અને બીજી ત્યાં બેઠેલી સ્ત્રીઓને તિરસ્કારતો કહે “એ ! અલીઓ એ ? ચાલો ઊઠો, જાગો અહીંથી. એટલે એ ગભરાઈ તો ખરી કે આ દુષ્ટ માણસ આ બંનેને બિચારાને શું કરશે ! કેવી મારપીટ કે જુલમ કરશે ? પરંતુ પોતાને ધોલધપાટના ભયથી સ્ત્રીઓ એ પડાલીમાંથી બીજી પડાલીમાં જતી રહે છે. પછી ચોર પદ્મદેવતરંગવતીને આશ્વાસન આપે છે કે તમે ગભરાશો નહિ. મોતની શંકા રાખશો નહિ. હું તમને આમાંથી છોડાવીશ, અને તમારા પ્રાણનું રક્ષણ કરીશ. લો, હમણાં આ પાણી પીઓ, હું નાસ્તો લઈ આવું. તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે જુઓ, ભાગ્યવતી ! જયાં મને અણધાર્યા આ બચાવના શબ્દ મળ્યા ત્યાં આશ્ચર્ય થયું, મનોમન લાગ્યું કે અરિહંત ભગવાન પૂર્વે ભજયા હોય તો એ ભયંકર આફતમાંથી પણ કેવા બચાવી લે છે ! કેદખાનામાં ધર્મચર્યા યાદ : ચોર સરભરા કરે છે : સવાર પડી ગઈ હતી. એટલે અમે ભગવાન અરિહંત ભગવાનની વંદના-સ્તુતિ કરી, પ્રભુની ક્ષમા માગી, “પ્રભુ ! ક્ષમા કરજો, સામગ્રીના અભાવે અમે નિત્યક્રમમાં અમે તારી પ્રભાતની પૂજા નથી કરી શકતા; એટલે અમે કમનસીબ છીએ. છતાં તારી કેવી દયા ! ધન્ય પ્રભુ ! ધન્ય અવતાર ! તું અમને ભજવા-પૂજવા મળ્યો ! એટલામાં પેલો ચોર પાણી અને માંસ પકાવી લઈ આવી અમારી આગળ મૂકી અમને કહે છે હમણાં તો આ જ જરા હાજર છે તે ખાઈ લો.' અમે કહ્યું અમારે આ ખાવાનું ખપે નહિ, પણ તમે ચિંતા નહિ કરતાં, અમે પાણી પી લઈશું. તમે અમને ભયંકર મોતના ભયમાંથી બચાવી લેવાની વાત કરો છો, એથી તો અમારે ભૂખનું તો દુઃખ શું, બીજા કેટલાય દુ:ખ ભાગી ગયા !! અમે જરા પૂછીએ તમને ? તમને અમારા પર એકાએક આટલી બધી દયા કેમ ઊભરાઈ આવી ?' ચોર કહે છે, એ કાંઈ પૂછશો નહિ; તમને મુશ્કેટાટ બાંધવાનો અને બેનને ધોલધપાટ કરી ધકેલી મૂકવાનો જે મેં ત્રાસ આપ્યો, તેની ક્ષમા માગું છું. બાકી તમારા પર લાગણી થઈ આવવાનું કારણ કહેતાં મને સંકોચ થાય છે. હું તમારો ગુનેગાર છું, પ્રાણના ભોગે હું તમને આ પલ્લીમાંથી બહાર લઈ જઈશ. તમે નિશ્ચિત રહેજો. કશી શંકા કુશંકા કરશો નહિ. 238 - તરંગવતી