________________ પડાળીમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો. એને એ સાંભળતાં સાંભળતાં કોણ જાણે શું થયું તે એ ચોરના હૃદયને એવો આઘાત લાગી ગયો કે અરરર ! આજ તરંગવતી એના પૂર્વના ચક્રવાકીના ભાવે પ્રિયના મૃત્યુ પાછળ ભયંકર કલ્પાંત અને માથા પછાડ કરનારી ને એ ચક્રવાકની ચિતામાં ઝંપલાઈ બળી મરેલી, ને એને પાછો અહીં એજ પ્રિય મળ્યો તો એમને પાછા અહીં સુખમાંથી ભ્રષ્ટ થઈ ચોરોની પલ્લીમાં કેદ ? ને એમને માટે જ બાંધી રાખવાના ? જેથી સેનાપતિ એમનો દેવીના ખપ્પરમાં ભોગ આપે ?' એવા અતિ ક્રૂર ચોરને સામાના ગમે તેવા પણ દુઃખ સાંભળવા પર દયા આવે ? પરંતુ તરંગવતી-પપ્રદેવના આડા હાથે થયેલા કોઈ પૂર્વના પુણે અહીં એક એવી ગેબી પરિસ્થિતિ સરજી,- જેનો ખુલાસો આગળ આવશે, એ પરિસ્થિતિ પર અહીં અત્યારે ચોરનું દિલ કકળી ઊઠ્ય ! એને એમ કે સારું થયું આ બે જણ કદી તરીકે મને જ સોપાયેલા છે તો સેનાપતિના ગમે તેવા કડક અનુશાસન વચ્ચે, અને અનુશાસન ભંગ કરતાં પકડાઉ તો ક્રૂર રીતે મારે મરાઈ જવાના ભયની વચ્ચે પણ, મારે આ બે જણને બચાવી જ લેવા જોઈએ. એના દિલમાં અનુકંપાનો ઝરો ફૂટી નીકળ્યો ! કહોપત્રદેવ તરંગવતીને અહીં કોઈ બચવાની આશા હતી ? ના, પરંતુ તરંગવતી વડે દિલદર્દ સાથે કહેવાયેલી આત્મકથાએ કેવું ગેબી કામ કર્યું! પાછું આત્મકથા ચોરને સંભળાવવા માટે કહી નહોતી, છતાં ગેબી કર્મસત્તા કેવુંક કામ કરે છે કે એ આત્મકથાનો ધ્વનિ આડકતરી રીતે બાજુની પડાળીમાં રહેલા ચોરના કાન સુધી પહોંચાડી દે છે ! ને એને ય કોણ જાણે શું થયું તે એના ય દિલમાં અનુકંપાનો ધોધ ઉછાળે તેથી એ તરત ઊઠીને અહીં આવે છે. આ બધી કર્મની લીલા સમજી અશુભ કર્મ બાંધવાથી પાછા હટો, અને શુભ-કર્મબંધનાં કારણો બહુ સેવો. ચોરને હવે પદ્મદેવ તરંગવતીને બોલાવી લેવા છે. તે કાંઈ અહીં પલ્લીમાં રહીને ન થઈ શકે; કેમકે સેનાપતિ અને એના ભેર આમને ન છોડે એવા સાવ નિર્દય અને ભારે ક્રૂર છે. એ તો અહીંથી એને ખાનગીમાં ભગાડી જાય તો જ બને. એમ કરવામાં પણ પોતે અને પહ્મદેવ-તરંગવતી સિવાય બીજા કોઈને ગંધ પણ ન આવવી જોઈએ. એટલે જુઓ એ કેવી કુનેહથી કામ લે છે.. કર્મ ! તારી ગતિ ન્યારી 2 37