________________ સંપત્તિ મળવાનો સંભવ છે, ત્યારે કદાચ સંપત્તિ ન મળી, અને મોત આવ્યું, તો આમે ય મોત તો આજે નહીં તો કાલે આવવાનું જ છે. પણ સાહસ ન કરવાથી જીવનભર સંપત્તિ વિનાના ગરીબડા નિધન બન્યા રહેવું પડે એ લાંબા ગાળાનું મોટું દુઃખ છે. એટલે જો સાહસ કરીને મનોરથ પૂર્ણ થાય, તો જે લાંબા ગાળાનો આનંદ મળે છે, એમાં પછી જીવનને અંતે ભલેને મૃત્યુ આવે તો પણ એ મૃત્યુ સફળ ગણાય છે. અને જિંદગીમાં સાહસથી ધાર્યા પ્રમાણે સંપત્તિ મળવાથી કશી અફસોસી રહેતી નથી કે “છતે પુરુષાર્થના અવસરે સાહસ ન કર્યું, અને જીવનભરના દુખિયારા ગરીબડા નિધન બન્યા રહ્યા ! માટે વિષમ દશાને પામેલા પણ પુરુષે સાહસનો પુરુષાર્થ કરવો જોઈએ, તો સંભવ છે ધારી સંપત્તિ મળે, અને પ્રિયજનોની સાથે આનંદ મંગળમાં જીવનભર રહી શકાય...' આ પ્રમાણે સાંભળીને મારા પ્રિય મને કહે છે, પ્રિયે ! આ સાંભળ આપણે જો સાહસ કર્યું ને ધારી સુખસંપત્તિ ન મળતાં મોત આવ્યું, તો એમાં ખોટું શું થયું છે ? ધારી સુખસંપત્તિ મળી હોત તો તો રાજી રાજી થઈ જાતને? તો પછી જો આપણાં તેવાં ગુપ્ત કર્મના પ્રભાવે સંપત્તિ ન મળતાં મોત આવ્યું, તો ય રાજી જ રહેવાનું. સાહસ એટલે સાહસ, કાં એકદમ સુખી થાઓ, યા એકાએક ઉડી જાઓ. પણ સાહસના અભાવે સંપત્તિ વિના જીવનભર દીર્ઘ કાળ રોતા તો નહિ બેસવાનું. બાકી તો આમાં પ્રિયે ! મુખ્ય તો આપણાં કર્મ જ કામ કરે છે. પૂર્વે કરેલા કર્મથી જે નીપજે છે એમાંથી ભાગી છૂટવાનું શક્ય નથી. કારણ કે કર્મનાં નિર્માણ અટળ અફર હોય છે. માણસ ત્યાં પરાધીન છે. કર્મના પ્રભાવે અનિચ્છાએ પણ જરૂર પડે ઠેઠ જમરાજના દરવાજા દેખવા પડે છે. જો ને ચંદ્રમાં અંદર-બહારથી અમૃતમય છે, તો પણ એના પર નિત્યરાહુ અને પર્વરાહુના સંકટ કેવા આવે જ છે ! માટે જો આપણા પર સંકટ આવ્યા, તો તેને આપણાં જ કર્મના વિપાક સમજવાનાં. વિચિત્ર વિપાકી કર્મ : કર્મ પણ એવા જ હોય છે કે કોઈ કર્મ ક્ષેત્ર વિપાકી એટલે કે કોઈ અમુક ક્ષેત્ર મળે ત્યાં જ વિપાક પામનારાં, તો અમુક દ્રવ્ય વિપાકી અર્થાત અમુક જાતના દ્રવ્યો એટલે કે વસ્તુઓ મળે ત્યારે જ ઉદયમાં આવે. કોઈ વળી એવાં કાળ વિપાકી કે અમુક કાળનું નિમિત્ત પામીને જ ઉદયમાં આવે. એ ગમે તે હોય, પણ કર્મના ઉદયમાં નિમિત્ત બનનાર 23) - તરંગવતી