________________ મુશ્કેલ છે, આ દેવીને તમે ઓળખતા નથી. આ દેવીમાતાની મહેરબાનીથી તો અમારા સઘળાય ઇચ્છિત પૂર્ણ થયા છે, સર્વ કાર્યમાં સિદ્ધિ મળે છે, અને યુદ્ધમાં વિજય મળે છે, તેમ પૈસા અને સર્વ પ્રકારનું સુખ મળે છે. જે દેવીની મહેરબાનીથી આ બધું સિદ્ધ થતું હોય, એને વચન આપ્યા પછી ભોગ ન આપીને એ દેવીમાતાને રોષાયમાન કરાય ? એ તો જે નક્કી થયું છે, તે જ થવાનું. દેવીને ખુશ કરવાની, દેવીમાતાની એ ખુશી આગળ તમારા હીરા, માણેક, મોતીની કશી કિંમત નથી. માટે તમો છૂટવાની આશા જ રાખતા નહીં, એમ કહીને ચોર ત્યાંથી પાછો ચાલ્યો ગયો. | 10. તરંગવતીનો કરુણ વિલાપ | તરંગવતી શેઠાણીને કહે છે, એ વખતે ગૃહિણી ! ચોરના વચન સાંભળી વચનના પરિણામ વિચારીને હું તો ખૂબ રોઈ પડી ! અને પ્રિયના શરીરને દોરડેથી જકડાયેલું મારી નજરે શી રીતે જોઈ શકું? તેથી હું મારું માથું કૂટવા લાગી, છાતી પીટવા લાગી અને જમીન પર આમતેમ આળોટતી મારા કેશ ખેંચીને પોકાર કરવા લાગી કે હાય હાય ! આ દુષ્ટ પ્રિયને બાંધીને મને કેમ છૂટી રાખી ? પ્રિયને છોડીને મને બાંધે તો મને દુઃખ ન લાગે. શું હું આ સ્વપ્ન જોઈ રહી છું કે સાચું છે ? હે પ્રિય ! તમે મને કેટલી બધી મુસીબતે મળ્યા, તે શું આવી રીતે ઘોર ત્રાસ વેઠતાં તમને હું છૂટી રહી જોતી રહું એ માટે મળ્યા ?...' આ અને આવા બીજા કરુણ વિલાપ હું કરતી રહી છું, તેમજ પ્રિયનો બે દિવસમાં જે ભયંકર ઘાત થશે, એના અને પછી જે મારે પ્રિયનો અસહ્ય વિયોગ જોવો પડશે, એના ભારે શોકમાં હું સળગી રહી હતી !! એટલામાં ત્યાં કોઈ સુભટોએ હિંમત આપતું ગીત ગાયું, કોઈ સાહસથી મત બીઓ. સાહસ કરતાં મોતનો સંભવ, અથવા સિદ્ધિનો લાભ લીયો, કોઈ..૧ સાહસ ન કર્યું તો પણ મૃત્યુ, આજ નહીં તો કાલ; પણ સંપત્તિ વિણ જીવનભર, દારિદ્ર દુઃખ વિકરાલ; કોઈ..૨ અગર સાહસ કરતાં સંપત્તિ, આઈ મનગમતી વિશાળ; પ્રિયજનોની સાથે જીવનભર, આનંદ મંગળ માળ. કોઈ ...3 સાહસથી કોઈ કાર્ય કરવા જતાં કાં વિનાશ આવીને ઊભો રહે અથવા સિદ્ધિ મળે છે. તો પછી સાહસનું કાર્ય કરવું કે નહીં ? અગર સાહસ કરો તો કર્મ ! તારી ગતિ ન્યારી 229