________________ પોતાને પોતાના મોત કરતાં પણ વધારે દુઃખ લાગ્યું, એવું મને એ કહેતા રહ્યા, અને ચોરે એમને ખીલા સાથે કોરડેથી જકડી દીધા. અન્યોન્યના દુઃખ ઉપર અમે ગમે એટલો વિષાદ કરતા રહ્યા, પણ ત્યાં એમાંથી છોડાવનાર કે આશ્વાસન આપનાર કોણ ? કોઈ જ ન મળે. કર્મના મિજાજની સામે માણસનો મિજાજ શો ચાલે? મોટા દેવતાનો મિજાજ કર્મ સામે ચાલતો નથી. દેવતા પણ છેલ્લે છે મહિના આયુષ્ય બાકી રહે ત્યારે એના પર કર્મનો જ મિજાજ ઊતરે છે, અને તેથી જે ગળાની ફૂલની માળા અસંખ્ય વર્ષો સુધી નહિ કરમાનારી, એ કરમાવા માંડે છે ! સાથે વિમાનના રત્નો ઝાંખા પડી ગયા દેખાય છે ! દેવીઓના પ્રેમ ઘટી ગયા દેખાય છે ! પછી ત્યાં દેવતા ગમે એટલા રોદણાં કરે કે હાય હાય કરતો ઝૂરતો રહે, એ બધા કર્મોના મિજાજના ખેલમાં કશો ફરક પડતો નથી. એની સામે ચમરબંધી દેવતા પણ શું કરી શકે છે ? કશું જ નહીં.. તરંગવતી આગળ ચલાવે છે કે પેલો નિર્દય ચોર મારા પ્રિયને બાંધીને બીજી પડાલીમાં ગયો, અને સેનાપતિએ મારા પ્રિયનો નોમના દિવસે દેવીને ભોગ આપવાની આજ્ઞા કરેલી, એ પ્રિયનું મોત સાંભળીને હું ત્રાસી ઊઠેલી તે પ્રિયને રોતી રોતી કહું છું કે બાપરે ! શું તમારે આ રીતે કપાઈ મરવાનું? હાય હાય રે ? શું થશે ? પણ પ્રિય શું બોલી શકે ? પદ્મદેવ ચોરને ધનની લાલચ દેખાડે છે : એટલામાં ચોર પાછો આવ્યો, એને મારા પ્રિયે કહ્યું કે, જો હું કોસાંબી નગરના સાર્થવાહનો પુત્ર છું અને આ બાળા પણ મોટા શેઠની પુત્રી છે. તું રત્નો મોતી સુવર્ણ જેટલું ધન ઇચ્છે એટલે અમે તને અપાવા તૈયાર છીએ. તું તારા કોઈ માણસને મોકલ, હું ચિઠ્ઠી લખી આપું. એ માણસ ત્યાં જઈ ચિટ્ટી બતાવશે એ પછી ધન લઈને અહીં આવી જાય, પછી અમને છૂટા કરજે....” ત્યારે વિચારો, માણસને એટલું બધું અઢળક ધન મળતું હોય તો લલચાય કે નહિ ? પરંતુ અહીં જુદી સ્થિતિ છે. ચોર કહે છે, ચોર લાલચને અવગણે છે : અમારા સેનાપતિ વડે કાત્યાયની દેવીને યજ્ઞમાં હોમવા માટે તમે પશુ તરીકે અર્પિત કરાયેલા છો, એટલે જેમ યજ્ઞમાં પશુનાં અંગ અંગ કાપીને ભોગ અપાય, તેમ તમારો ભોગ આપવાનું નક્કી થઈ ગયું છે. હવે દેવીને જયારે વચન અપાઈ ગયું છે, તો જો એ ભોગ ન અપાય તો દેવી રોપાયમાન થઈ જાય ! પછી અમારી શી વલે કરે ? એ કહેવું 2 28 - તરંગવતી