________________ એકલી અહીંની તો પોતાની કત્વથી બચવાની વાત નહીં, પરંતુ પોતાની ભાવી અસંખ્ય કલોથી પણ બચવાની વાત ક્યાં છે ? કારણ કે, તંત્ર કર્મસત્તાના હાથમાં છે. કર્મ! તારી ગતિ ન્યારી !! તે જીવને અજ્ઞાન અને મૂઢ રાખે. શુભ વિચાર આવવા જ ન દે, અને જીવને ઊંચકીને નરકમાં પટકી દે ! બકરાને દીકરા પર તો ગુસ્સો ચડ્યો જ હતો, વધારામાં અહીં કસાઈના હાથે કૂરપણે કપાઈ મરતાં કસાઈ ઉપર ભયંકર ગુસ્સો અને રૌદ્રધ્યાન આવ્યું, અને તે મરીને પહેલી નરકમાં ઊતર્યો કે જયાં હજારો લાખો કે અસંખ્ય વર્ષો સુધી પરમાધામીઓના હાથે છેદન-ભેદન વગેરે ભયંકર ત્રાસ સહવાના આવ્યા ! જનાવરના અવતારે અને નરકના અવતારે પણ ધર્મબુદ્ધિ ફરવાની વાત ક્યાં છે ? કેમકે મનુષ્ય અવતાર ધર્મબુદ્ધિ લાવ્યો નથી. નાગદત્ત શેઠ રોતો કકળતો પાછો વળ્યો. પછી એ જ્ઞાની સાધુ પાસે જઈ આ વાત કરી પૂછે છે,- “પ્રભુ ! મને હવે એ બતાવો કે મારા બાપનો જીવ એ બકરો કપાઈ મરીને હવે એ ક્યાં જન્મ્યો ? જાણું તો ત્યાં જઈ છોડાવી લાવું.' સાધુ કહે હવે તો ભાઈ ! એ તારો બાપ મરીને એના વેપાર અસત્ય અનીતિ આદિના પાપોથી યાં ગયો છે ત્યાં જવા જેવું નથી. એ પહેલી નરકમાં નારકીના જીવ તરીકે જનમી ગયો છે ! અને એના પર કતલેઆમ ચાલુ છે. જુઓ, નાગદત્ત શેઠનો બાપ પૂર્વ કર્મનો માર ખાવારૂપે બકરો થઈ કસાઈના હાથે કપાઈ મરવા છતાં વિસ્તાર ક્યાં ? નરકમાં ઉત્પન્ન થયો, ત્યાં હજારો લાખો ક્રોડો કે અસંખ્ય વરસો સુધી કેવી છેદન ભેદન-કુટન-જવલન વગેરેની ઘોરપીડાઓ? કારણ કપાઈ મરવા છતાં પાપોનો પસ્તાવો નથી. ઊલટું, ઘોર કષાયો અને રૌદ્રધ્યાન છે કે જેના પરિણામે નરકગતિનાં પાપ ઊભા થાય ! તરંગવતી અને પદ્મદેવ ઉપર કર્યજનિત ન કલ્પેલી આફતો વરસવા માંડી છે. તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે કે જ્યાં મારા પ્રિય પદ્મદેવને ચોર મુશ્કેટોટ બાંધી રહ્યો છે તે વખતે તેમને જે દુ:ખ ન લાગ્યું તે ચોરે મને ધપાટ મારી ખૂણામાં ધકેલી દીધી ત્યારે દુઃખ લાગ્યું. દુઃખ તો એટલું લાગ્યું કે કર્મ ! તારી ગતિ ન્યારી 2 2 7