________________ બિચારા આ દ્રવ્ય ક્ષેત્ર આદિ ગુનેગાર નથી; ગુનેગાર તો મૂળભૂત કર્મ જ છે. માટે સુંદરી ! કાંઈ ખેદ વિલાપ કર નહિ, કે ચોરને દુશ્મન તરીકે દેખ નહિ; એ બિચારો તો નિમિત્ત માત્ર છે. અસલમાં આપણા કોઈ એવા પૂર્વનાં કર્મ, એણે જ આપણને ભયંકર સંકટમાં મૂક્યા છે. વિધિના લેખ મિથ્યા થતા નથી કે એને ઓળંઘી શકાતા નથી. વિધિના લેખે સર્જેલું વધાવી જ લેવું પડે છે. પરંતુ જેમ પેલા ગીતમાં સાંભળ્યું તેમ, સાહસ કર્યું છે, તો આફત ટળીને સંપત્તિ મળવાની આશા છે..” તરંગવતી કહે “ગુહિણી ! પ્રિયની આ સમજાવટથી મને આશ્વાસન મળ્યું મારો શોક ઓછો થયો. અહીં જોવા જેવું આ છે કે તરંગવતીને પોતાના પ્રિય પાસેથી અવસરોચિત આશ્વાસન મળતાં, એવા ઘોર કપરા સંયોગમાં પણ શોક હળવો પડે છે. જગતમાં કલ્યાણ-મિત્રો અને ગુરુઓની આથી જ મોટી કિંમત છે કે એ અવસરોચિત અદ્ભુત આશ્વાસન આપે છે. * માણસની માથે ગમે તેવી મોટી આફત આવી હોય, તો પણ કલ્યાણ લહેરી આવી જાય છે !... તરંગવતીને ભારે નિરાશા આવીને કરુણ કલ્પાંત ઊભા થઈ ગયેલા, તેમાં પેલા સાહસ-ગીતના શબ્દો પાદેવનાં કર્મસિદ્ધાન્તની અટલતા ઉપરના આશ્વાસન-વચનોએ જાદુ કર્યું... તરંગવતી સાધ્વીજી કહી રહ્યા છે કે “ગૃહિણી મારા પતિએ મને સુંદર આશ્વાસન આપ્યા પછી હું સ્વસ્થ બની. હવે હું ત્યાં આસપાસમાં જોઉં છું તો બીજા કેદીજનો ત્યાં બંધાયેલા પડ્યા હતા. એમાંના કેટલાક તો પોતાની પૂર્વની જાહોજલાલી યાદ કરીને રોઈ રહ્યા હતા. જીવ પર કર્મની દારુણ સજાઓ ઊતરે છે ત્યાં એ કેવો લાચાર બને છે કે કર્મની સજાઓમાંથી છૂટવા એને કોઈ ઉપાય દેખાતો નથી ! કર્મના ભયંકર ત્રાસ સહન કર્યા વિના એને ચાલતું નથી. એટલે રોવા સિવાય એ બીજું કશું જ કરી શકતો નથી કે એ કર્મ બાંધેલા હસતે હસતે, અર્થાત્ રાજી થઈ થઈને પાપો આચરીને કર્મ બાંધેલા, તે હવે રોવાનું કરતાં પણ છૂટતાં નથી. રુક્મિણીએ હસતાં કર્મ બાંધેલ : કૃષ્ણવાસુદેવની પટ્ટરાણી રુક્મિણીને સોળ વરસ પોતાના અતિ પ્રિય રૂપાળા અને હોશિયાર પુત્ર પ્રદ્યુમ્નનો વિયોગ કેમ થયો, તે એને શોકમાં ને કર્મ ! તારી ગતિ ન્યારી 231