________________ પડતું હશે અને તે પાછું આવીને જેલમાં જ બેડીઓમાં જકડાયા રહેવું પડતું હશે, ત્યારે એના મનને વિખવાદ કેટલો હશે ? શિર પર કર્મસત્તાના જુલમ વરસે ત્યારે માણસને પસ્તાવાનો પાર રહેતો નથી; પરંતુ સારાસારીમાં પાપપ્રવૃત્તિઓ છોડી ધર્મપ્રવૃત્તિઓ કરી લેવાનું મન થતું નથી ! કેવું આશ્ચર્ય ? હજી પણ મુંજની વધુ વિટંબણા જુઓ, કે એકવાર એક સામાન્ય સ્થિતિની બ્રાહ્મણીની ત્યાં ભીખ માંગવા ગયો, ત્યારે નીચે આગળ એક ભેંસ ને વાછરડી બાંધેલા હતા અને મેડી પર ઘરમાં 3-4 ભૂલકાં હલબોલ મચાવતા હતા. એના પર અભિમાન રાખી બ્રાહ્મણી મુંજને ગાળોથી ફટકારે છે, બ્રાહ્મણી અને મુંજરાજાના પરસ્પર બોલ : અલ્યા કૂતરા ! અહીં શાનો ભીખ માંગવા આવ્યો છે ? તારા બાપનું અહીં શું દાટેલું છે ? ગધેડા? હરામનું માગવા હાલી નીકળ્યો છે તે શરમ નથી આવતી?” મુંજને બહુ જ લાગી ગયું કે ક્યાં એક વખતની રાજાધિરાજની સાહ્યબી ને સત્તાધીશપણું? અને ક્યાં ટૂકડા રોટલાની ભીખ માગતાં વરસી રહેલો ગાળોનો વરસાદ ? મુંજ બ્રાહ્મણીને કહે ઓ મારી બહેન ! એક મેડી, એક પાડી, અને ચાર ભૂલકા પર આટલું બધું અભિમાન શું કરે ? જો મારે મોટી મહેલાતો હતી, આંગણે સંખ્યાબંધ હાથીઓની કતાર ઊભી રહેતી, તથા રાણીઓ-પુત્રપુત્રીઓ-સુભટો-સિપાઈઓનો મોટો પરિવાર રહેતો ! છતાં એના પર રાખેલું મારું અભિમાન કર્મસત્તાએ રાજા સિંહલ દ્વારા તોડી નાખ્યું ! તું શાના ઉપર આટલો બધો રોફ રાખે છે ? માણસને કર્મની લાતો ખાય ત્યારે ડહાપણ આવે છે, એટલે પાપો રદ કરવા અને જોરદાર દાન, શીલ, તપ, વગેરે ધર્મની પ્રવૃત્તિ કરવા જગા જ નથી હોતી !.. 16. પદ્મદેવનું દિલદર્દ અહીં લૂંટારો પદ્મદેવને ભીંતના થાંભલા સાથે બાંધે છે ત્યારે પહ્મદેવને એટલું દુઃખ ન થયું જેટલું તરંગવતીને ધોલધપાટ તિરસ્કાર આદિ થતાં અને ખૂણામાં ધકેલાઈ જતી જોતાં દુ:ખ થયું. એ ખૂબ જ રોઈ પડ્યો, અને રોતો રોતો તરંગવતીને કહે છે, “હાય ! હાય ! મારા કારણે તારું આ અપમાન અને તિરસ્કાર મને મારા મોત કરતાં પણ વધારે દુ:ખદ લાગે છે ! પરંતુ હું 2 24 - તરંગવતી