________________ વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજે લખ્યું કે, | ‘વિષયfમનાષિાપ થર્ષે પુર્વ યતિતવ્ય' અર્થાત્ વિષયસુખની અભિલાષાવાળાએ પણ પાપપ્રવૃત્તિ છોડી ધર્મપ્રવૃત્તિમાં જ લાગવું જોઈએ. જ્ઞાનીઓનું તાત્પર્ય એ છે, કે તમે આ મનુષ્યભવમાં પાપપ્રવૃત્તિઓ છોડો અને ભલે વિષયસુખની કામનાથી પણ તમે ધર્મપ્રવૃત્તિઓમાં મગ્ન રહો. પ્ર.- શું સંસારના સુખ માટે ધર્મ કરાય ? ઉ.- તો શું સંસારના સુખ માટે ધર્મને અવગણીને ધરખમ પાપપ્રવૃત્તિ કરાય ? | ‘શક્ય વધુ બ્રહ્મચર્ય પાળવાથી શરીરશક્તિ સારી રહે છે, રોગો ઓછા આવે, કામકાજમાં સુસ્તી ન આવે હુર્તિ રહે, એ માટે મહિનામાં 25 દિવસના બ્રહ્મચર્યની બ્રાધા લઈ પાળે, તો શું આ બ્રહ્મચર્યનો ધર્મ ભૂંડો ? અને સંસારસુખ માટે ધર્મ ન કરાય એમ માની મહિનાના ત્રીસો દિવસ અબ્રહ્મ સેવાય આ અધર્મ તેવો ભૂંડો નહિ ? કઈ અક્કલના આ મિથ્યા સિદ્ધાંત કે સંસારસુખ માટેનો ધર્મ અધર્મથી ભૂંડો ? અસ્તુ. મુંજને પીરસવા રૂપાળી કન્યા કે દાસી જતી હશે તે મુંજ એનામાં મોહી પડ્યો; મોહક વાતોથી એનું આકર્ષણ કર્યું, અને એને લઈને ભાગી જવા તૈયારી કરી. પરંતુ પેલીને સારું સૂઝયું કે રાજા સિંહલને મુંજની એને લઈને ભાગી જવાના પ્રપંચની વાત કરી. ત્યારે રાજા સિંહલે મુંજનું અભિમાન ઉતારવા માટે જેલના સિપાઈઓને હુક્ત કર્યો કે, “મુંજને આપણું ખાવાનું આપતા નહીં, પણ એને હાથે પગે બેડીઓ સાથે ઘર ઘર માંગી ખાવા ફેરવજો. એમ માંગી લાવેલું ભલે ખાય.” મુંજ ભાયડા રોફમાં ને રોફમાં 2-3 દિવસ તો ખાવા ન મળ્યું એટલે ભૂખ્યા રહ્યા પરંતુ પેટ ક્યાં મૂકી આવે ? પેટ કરાવે વેઠ. તે હાથે બેડીઓ સાથે ઘર ઘર ભીખ માંગવા નીકળવું પડ્યું સાથે ચોકીદાર સિપાઈઓ તો હતા જ, જેથી ભાગી ન જાય. ઘરે ઘરે મુંજ આગળ થઈને ભીખ માંગે” ઓ માઈ ! ખાવાનું દે, દે.” પ્રજાને પણ મુંજની પૂર્વ કારકિર્દીના એના અભિમાન સાંભળીને મુંજ ઉપર નાખુશી હતી, એટલે કોઈ કોઈ તો એને આવકારતા જ નહીં ! ત્યારે મુંજને વધારે કાકલૂદી કરવી પડતી હતી” “ઓ મા ! દયા કર, ભૂખ્યો છું, મહેરબાની કરીને મને ખાવાનું દે...” ત્યારે વળી ખાવાનું મળતું ! આમ ભિખારીની દીનહીનતા દેખાડી ઘર ઘર ભીખ માંગીને બેડીઓ સાથે ચાલવું કર્મ ! તારી ગતિ ન્યારી 2 23