________________ રાજા મુંજ ભારે અભિમાની હતો. એણે રાજા સિંહલનાં દૂતનું ઘોર અપમાન કરેલું, યા એવો કોઈ અપમાન યા પ્રપંચનું કાંઈ કરેલું, એટલે રાજા સિંહલે એના પર મોટી ચઢાઈ કરીને એને હરાવીને પકડી લઈ જઈ પોતાની રાજધાનીમાં કેદમાં રાખ્યો. પરંતુ જેલમાં પડ્યો પડ્યો રાજા મુંજ સખણો ના રહ્યો. આમ તો મુંજ બકરીની જેમ ગરીબડો દીન હીન રાંક થઈને પડ્યો છે! રાજા સિંહલ કોકવાર મુલાકાતે આવે ત્યારે કહે કેમ ? તારા અભિમાનનું માન કેટલું રહ્યું? હવે મારા પગમાં પડી ભાઈબાપા કરવા છે? તો છૂટાય.’ પરંતુ મુંજ અભિમાનનું પૂતળું, તે શાનો ગરીબડાની જેમ ભાઈબાપા કરે? છતાં ઉદાર અને વિવેકી રાજા સિંહલ એને હલકું ભોજન નહિ, પણ પોતાને માટે બનતી રસોઈમાંથી ભોજન મોકલાવતો. તો શું રાજા મુંજ એનાથી નિરાંત માની લે ખરો કે “ચાલો રાય ગયું, મહા અપમાન નાલેશી થઈ, છતાં આવું ઉમદા ભોજન તો મળે છે ?' એવી નિરાંત વાળે તો મૂર્ખ ગણાય, ક્યાં રાજવીપણાની બાદશાહી ? અને ક્યાં સર્વસ્વ લૂંટાઈ જઈ જેલની બેડીઓમાં જકડાઈ રહેવાપણું ? ત્યાં શું સારા સન્માન સાથેના ભોજનમાં, લૂંટાઈ ગયું એની અપેક્ષાએ ‘તો ય ઠીક મળ્યું માનવાનું? મુંજ એવું માને તો મૂર્ખ ન કહેવાય ? માનવના સુખોમાં કેમ વૈરાગ્ય ? : ત્યારે તમારે શું છે ? દેવલોકમાં હતા ત્યાંનું બધું લૂંટાઈ જઈ આજે અહીં માનવભવની કેદમાં આવ્યા. હવે દેવલોકની સુખ-સમૃદ્ધિની અપેક્ષાએ અહીં કેવુંક મળ્યું છે ? તો ય “કાંક ઠીક મળ્યું” એમ લાગે છે ને ? જો મુંજ રાજયપાટ ગયા તો ભોજન સારું મળે છે.” એવું માને તો મૂર્ખ, તો તમે મૂર્ખ નહિ ? ઉત્તરાધ્યયન શાસ્ત્ર કહે છે, દેવલોકના ભોગ-સુખ સમુદ્ર જેવડા, ત્યારે એની અપેક્ષાએ અહીં મનુષ્ય લોકના સુખ એક ટીંપા જેવડા !" ત્યાં શાસ્ત્ર કહે છે. તમને ખરેખર ઊંચા ભોગ સુખ ગમતા હોય, તો તે અહીના બિંદુ જેટલા ભોગસુખનો ત્યાગ કરવાથી અને સંયમ ચારિત્રનાં પાલનથી મળે છે, તો પછી અહીં ગટરકલાસ ભોગસુખમાં રાચીમાચી ચારિત્ર કેમ ગુમાવો છો ? અને પાપપ્રવૃત્તિઓ પાપારંભોમાં કેમ રાચ્યા માચ્યા રહો છો ? એ તમારી સરાસર મૂર્ખાઈ છે.’ તાત્પર્ય, “પાપપ્રવૃત્તિ છોડો અને ધર્મપ્રવૃત્તિ કરો. ત્યાં ઉત્તરાધ્યયનની ટીકામાં 222 - તરંગવતી