________________ આવવાનું સામે દેખાવા માંડ્યું ! ત્યારે એ વખતે બંનેના હૈયામાં કેટલો વલોપાત હશે, એ સાજી સારી સ્થિતિમાં બેઠેલાને કલ્પનામાં ક્યાંથી આવે ? દા.ત. મોટરના અકસ્માતમાં હાડકા ભાંગ્યા હોય ચરબી માંસ છુંદાયા જોનારને પણ અનુભવમાં શું આવે ? કર્મસત્તા આવા માત્ર સ્વયંવેદ્ય ભયંકર દુઃખો આપે છે, એમાં કોઈ બચાવનાર કે ઓથ સહારો નથી મળતો માટે જ કવિ કહે છે, બંધ સમય ચિત્ત ચેતીયે રે, શ્યો ઉદયે સંતાપ?' પધદેવ પર જુલમ, - પેલો સુભટ માણસ પોતાના સ્વામિનો હુકમ બજાવવા અમને પોતાના આવાસમાં લઈ ચાલ્યો ત્યાં અમને બાંધ્યા. એમાં ય મારા પ્રિયતમના તો બંને હાથ પીઠ પાછળ કરી એને એવા કસીને બાંધતો હતો કે તે વખતે મારાથી ન રહેવાયું તે હું છૂટા હાથે એને રોકવા મથતી હતી, અને એને કહેતી હતી કે હે અનાર્ય ! તું મારા પતિને રહેવા દે, અને મને બાંધ કે જેની ખાતર આ નરવીરે અહીં સુધી આવવાનું કષ્ટ ઉપાડ્યું છે ! એટલે મોટી ગુનેગાર તો હું છું. પરંતુ કર્મે આપેલી કુદરતી પીડા, માણસ એને અટકાવવા ગમે તેટલો પ્રયાસ કરે તો પણ, અટકતી નથી. કહો કે કર્મસત્તા, માણસને જાણે મગતરું સમજે છે ! એટલે જાણે કર્મને મન મોટો માંધાતા માણસ પણ કાંઈ વિસાતમાં નથી ! એમ અહીં પણ એવું જ બન્યું કે પેલા લૂંટારાએ મારી કશી વાત ધ્યાનમાં લીધી નહીં અને મારા પ્રિયતમને બાંધતા અટક્યો નહીં, અને ઊલટું રોષે ભરાઈને પોતાના હાથેથી મને 2-4 ધપાટો ઠોકી મને હડસેલી મૂકી ! તે હું જઈને એક ખૂણામાં પડી. વિચારવા જેવું છે કે એજ ભવમાં તરંગવતીના પોતાના ઘરે ભવ્ય વૈભવી લાલનપાલન ક્યાં? અને અહીં હલકટ માણસના હાથે પોતાના પતિની જ હાજરીમાં ધપાટો ખાવાનું અને ધકેલાઈને એક ખૂણામાં ધકેલાઈ પડવાનું ક્યાં ? પરંતુ આમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. મહાવીર ભગવાનના સંસારીપણે ઘરે લાલનપાલન કેવાં હતા ! છતાં ય સંયમ જીવનમાં જ્યારે દુષ્ટ સંગમ દેવતા છ મહિના પૂંઠે પડી ગયો હતો, અને ગામેગામ મૂઢ લોકોને ચઢાવી ચઢાવીને એમની પાસે ભગવાનની ભારે વિટંબણા તિરસ્કાર કરાવતો હતો એ કયાં ? એવી રીતે ભગવાન છ મહિના અનાર્ય દેશમાં વિચર્યા ત્યાં પણ અનાર્યોએ ભગવાનને ગાળો ગડદાપાટું વગેરે વિટંબણા કરવામાં બાકી ન રાખી એ ક્યાં ? કર્મસત્તાના આ ક્રૂર હુમલા ભગવાન જેવાને પણ આવે, તો આપણા શા કલાસ ? કર્મ ! તારી ગતિ ન્યારી 2 2 1