________________ માણસ સીધી લાઈન પર ચાલતો પણ હોય. છતાં કર્મસત્તાના અણધાર્યા ભયંકર આક્રમણ જગતમાં જીવો પર કેવા કેવા આવે છે !' એ જો ધ્યાન પર લેવાય, તો એ વખતે હૃદયને શાંતિ કોણ આપી શકે ? એક માત્ર દેવ-ગુરુધર્મ સિવાય કોઈ જ શાંતિ આપી શકવા ઓથ આપવા સમર્થ નથી. સંકટમાં દેવ-ગુરુ-ધર્મની જ ઓથ રહેવાનું લક્ષમાં લઈએ તો જીવન ધર્મપ્રધાન બનાવવું અતિ આવશ્યક લાગે. સાંસારિક વિષયોના નાદે ચઢેલાને આ કશું જોવું નથી; ધર્મનું શરણું લેવું નથી; અને પછી પાપાચરણમાં પૂરા વેગમાં દોડતા જવું છે. ત્યારે જો. ભારે આફત આવીને ઊભી રહેશે, ત્યારે “મા ! મને કોઠીમાંથી કાઢ' જેવું થાય છે. પછી મા કહેશે “રોયા ? તો કોઠીમાં પડ્યો તો શું કરવા ?" પણ અહીં કોણ કહે કે તો પછી પાપાચરણમાં પડ્યો હતો શું કરવા ? અહીં જ જુઓને, પધદેવ-તરંગવતીની કેવી દુર્દશા થઈ રહી છે ? એમના હૈયે કેવાક ભારે બળાપા થતા હશે કે હાય ! ઘરેથી ભાગી છૂટવાનું આ આંધળું સાહસ ક્યાં કર્યું ? હજી આગળ એમની વિટંબણા જુઓ. સેનાપતિનો ભયંકર આદેશ : સેનાપતિ એક લૂંટારા સુભટને હુક્ત કરે છે કે “ચાતુર્માસ સમાપ્ત થયું છે, તેથી દેવીને ભોગ આપવાનો સમય થઈ ગયો છે. માટે સ્ત્રી સહિત આ પુરુષના યુગલનો નોમના દિવસે ભોગ આપવાનો છે. તો જોજે બરાબર ધ્યાન રાખજે આ લોકો ભાગી ન જાય એ રીતે આ બંનેની બરાબર ચોકી જાળવણી કરજે.” તરંગવતી કહે છે, સેનાપતિનો આદેશ એટલો બધો ભારે અવાજ સાથેનો હતો કે એમાં એક તો એ સૂચિત થતું હતું કે જેને આદેશ કર્યો એ માણસે પૂરી તકેદારીથી અમને બંધનમાં સજ્જડ બાંધી રાખવાના, - તેમજ બીજું એ સૂચિત થતું હતું કે નોમના દિવસે એ અમારો અવશ્ય ઘાત કરી નાખવાના ! આ સાંભળતાં તો આવા નિકટના ક્રૂર મોતથી રીબાઈ રીબાઈને મરવાનું નિશ્ચિત જાણી, અમારા હોશકોશ ઊડી ગયા ! અહીં અમારે ઊંચે આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ જ આશરો હતો નહિ, ભલે અમે જૈન ધર્મ પામેલા હતા એટલે આવા પ્રસંગે “અરિહંતા મે સરણે, સિદ્ધા કે સરણ, વગેરે મનમાં આવે; પણ આ જીવનમાં દુઃખ જોયું ન હતું, અને જોવાનું આવ્યું ત્યારે લૂંટારાના હાથમાં બધું જ લૂંટાઈ ગયું ! ને ક્રૂર રીતે કપાઈ જવાનું દુઃખ 2 20 - તરંગવતી